પપેટ

પત્તાનો મહેલ

પત્તાનો મહેલ બનાવવા બેઠો

એક પછી એક ગોઠવાતા પત્તા
એકબીજાના ટેકે ઊભા
એકબીજા ઉપર ઊભા

ક્યાંક રાજા, ક્યાંક રાણી
ક્યાંક લાલ, ક્યાંક કાળી

ઊંચાઇ વધતી ચાલી
અને વધતી ઊંચાઇ સાથે
વધતુ ગયુ મારુ જતનપણ

ઠંડી પડેલી હવા
આ તમાશો જોઇને
ગાલમાં હસતી હતી

અચાનક, એક સહજશી થપાટ
ના, જેની ભીતિ તો ક્યારનીય વરતાતી હતી
એવી એક થપાટ અનેઅને બધુય કડડભૂસ


સ્મશાનવત શાંતિ ચોતરફ ઊંધાચત્તા પડેલા પત્તાઓની
ચોતરફ લાશો અનેઅને
એમના ઢગલામાં ઉદાસ હું

હેમંત પુણેકર

 આ કવિતા વાંચતા જ કેમ આશ્કાનુ મન ઉદાસ થઇ ગયુ. તેનો અંશ, તેનુ સ્વપ્ન તે ધારતી હતી તેના કરતા વિપરીત વર્તતો હતો. આજે તો તેણે હદ કરી નાખી હતી.
મમ્મી તુ એમ ન માનતીકે તુ ના પાડીશ અને હુ સોફીયાને છોડી દઇશ. મારે જો એની અને તારી વચ્ચે પસંદગી કરવાની હશેને તો હું તને છોડી દઇશ એને નહીં.તેથી એવુ ન કરીશ કે મને તેને માટે તને છોડવી પડે.
૨૦ વર્ષની કાચી ઉંમર અને ઇશ્કી સમુદ્રમાં ગળાડૂબ અંશ આ સોફીયાનાં ચઢાવે ચઢેલો છે.
મા તરીકે તેને થયુ કે આ નાનુ બચ્ચુ સાપને દોરડુ માનીને ખેલી રહ્યો છે. તેને જ્યારે સાપ કરડ્શે ત્યારે થતી વેદનાનાં ભય થી ખુબ ગભરામણ થઇ. પહેલા પ્રયત્ન તરીકે તેને ગમતા અને સોફીયા વચ્ચેની કડી રુપ પપિ જ્હોનીને આવવાની મનાઇ ફરમાવી.પરિણામ એક મહીનામાં જુદુ એપાર્ટમેંટ યુનીવર્સીટી નજીક લીધુ અને ઘરે આવવાનુ ઓછુ કર્યુ
૨૨ નો થયો ત્યારે સેલ્ફોન ઉપર આશ્કાએ તેને બોલતા સાંભળ્યો ‘

હની! મમ્મી તો પાંદડુ છે તે તો ક્યારે ખરી પડશે ખબરે ય નહીં પડે હું થડ તારી સાથે છું ને પછી તારે ચીંતા શું કરવાની?’
૨૫ વર્ષે સોફીયાનાં બાપે આશ્કાને ખખડાવતા કહ્યુ
પાંચ વર્ષથી તેઓ ડેટીંગ કરે છે અને તમે હવે ના પાડો છો?’
આશ્કાએ કહ્યુ

અમે તો ક્યારેય હા પાડીજ નહોંતી સોફીયાને પણ તે ખબર હતી છતા તે વળગેલી રહી તેથી તો તેનુ ચરિત્ર સારુ નથી તેમ કહીયે છેને..
તમારો છોકરો તેને વળગેલો રહ્યો છે
હા તેથી જ તો ડર છે ને કે તેને જ્યારે સાપ કરડશે ત્યારે તેનુ શું થશે?’

તે સાંજે અંશે ફોન ઉપર જણાવ્યુ
મમ્મી! મેં તને કહ્યુ હતુ ને કે તુ નહી માને તો હું તને છોડી દ્ઇશ?
રડતા અવાજે આશ્કા બોલી પ્રભુ તને બચાવે!

પછીની વાત તો સાવ સામાન્ય છે અમેરીકામાં જેને મેલ્ટીંગ પોઇંટ કહે છે. હની મુક્ત મને દેવા કરે છે અને અંશ ભારતીય પતિ તરીકે બધુ હની હની કરીને ભરે છે અને ઘરમાં પ્રાણીસંગ્રહાલયનાં અનેક પેટ સાથે પપેટ બની ને રહે છે.

કદાચ તેનો પત્તાનો મહેલ છે જેને હજી હવાની થાપટ નથી વાગી.

This entry was posted in વાર્તા, વિજય શાહ. Bookmark the permalink.

6 Responses to પપેટ

 1. સરસ વાર્તા વિજયભાઇ!
  મને ખુબ આનંદ છે કે એક અનુભવ કે ભાવ જેને મેં શબ્દોમાં મુકવા માટે કવિતાનું માધ્યમ વાપર્યુ એના માટે જ તમે ટુંકી વાર્તા નું માધ્યમ ખુબ અસરકારક રીતે વાપર્યુ. અભિનન્દન

 2. Nita Shah says:

  excellent vijaybhai,
  had tears in my eyes after reading this,

 3. vijayshah says:

  This is american fact of life.
  If you do not want to be a part of melting process have pain of loosing generation…

 4. gopal h parekh says:

  abhinadan,have aa american fact thodeghane aanshe bharat ne pan laagu padechhe e dukhad vaat chhe

 5. Pravin V. Patel says:

  ”Jugal jodi”ne abhinandan.
  Hruday valovine nitaaryu Chhe.
  putrani bevkufai saame Maataani mamataa haari gai, jeni shikshaa rupe putrane ghaaninaa ”BEL”jem thai.
  Betaa chakkar maaryaaj kar.
  Sundar prastuti.
  Aabhar.

 6. Pravin V. Patel says:

  ”Jugal jodi”ne abhinandan.
  Hruday valovine nitaaryu Chhe.
  putrani bevkufai saame Maataani mamataa haari gai, jeni shikshaa rupe putrane ghaaninaa ”BEL”jem thai.
  Betaa chakkar maaryaaj kar.
  Sundar prastuti.
  Aabhar.

Comments are closed.