હુઁ નથી જાણતો…

બૉસ (પ્રવેશતાં)- ઓ ભગવાન ! આજના દિવસ જેટલો ખરાબ અને ભયંકર દિવસ ભાગ્યે જ  મેં

                મારી જિંદગીમાં જોયો હશે.સવાર બગડી,ચા કડવી,રસોઇયો કહે મેં નથી કર્યુ, હું

                નથી જાણતો.

               (ફર્શ પર તૂટેલી ફુલદાની ને જોઇ,બૂમ પાડતાં)
                 ઓ બાપ રે,મારી પ્રિય ફુલદાની, તોડી નાખી !અરે,કોઇ છે?
પ્યુન (ઝાડુ સાથે પ્રવેશતાં)-સલામ સાહેબ.
બૉસ-(ગુસ્સે થતા)-ધૂળ સલામ !આ..આ, જો, કોણે કર્યુ?(ફુલદાની બતાવતા)
પ્યુન(ડરતા)-મેં નથી કર્યુ..હું નથી જાણતો,મેં નથી કર્યુ..હું નથી જાણતો.(બહાર)
બૉસ- મેં નથી કર્યુ..હું નથી જાણતો,મેં નથી કર્યુ..હું નથી જાણતો.

               (ફાઇલ જોતાં,ફોન ઉપાડે છે,ફોન ડેડ..)
બૉસ(ફોનને જોઇ) અરે !આ ઑફિસમાં…કોઇ એવું છે કે મને સમજાવે…
એકાઉંટંટ- ગુડ મૉર્નિગ સરરરરરર….
બૉસ-બેડ મૉર્નિગ બોલ બેડ.(ફાઇલ બતાવતા)આ શું છે?છેકછાક અને આ(ફોન બતાવતા) ડબ્બુ.
       અને આ..(ફુલદાની) કોણ કરે છે આ બધું?
એકા.-  મેં નથી કર્યુ..હું નથી જાણતો,મેં નથી કર્યુ..હું નથી જાણતો
બૉસ- મેં નથી કર્યુ..હું નથી જાણતો,મેં નથી કર્યુ..હું નથી જાણતો.
મિત્ર(પ્રવેશતા)વધાઇ હો,વધાઇ દોસ્ત,તું છે ક્યાં?સવારનો તને શોધું છું.તારો ફોન પણ…ખબર

         નથી.અરે, ત્યાં હૉસ્પિટલે, એની વે..બેટા,તું બાપ બની ગયો.તારી પત્નીએ બાબાને જન્મ   

         આપ્યો છે. છે ને ખુશ ખબર.. કમ ઓન, લેટ સેલીબ્રેટ,પાર્ટી.
બૉસ- બાપ,પત્ની,બાબો,જન્મ?
        – મેં નથી કર્યુ..હું નથી જાણતો,મેં નથી કર્યુ..હું નથી જાણતો.

            ???????

This entry was posted in કીરીટ ગો. ભક્તા, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.