સાચાં માનવ -અંબુભાઇ દેસાઇ “શાંતામ્બુ”

 

સાચાં માનવ  તેને રે કહીયે, જે ખ્યાલ બીજાંનો કરતાં રે,
મ્હારું ત્હારું જરી ન કરતાં, જરુરત પુરવા મથતાં રે…સાચાં

 સમાનતા સૌમાં જે દાખે, ભેદભાવ ના કરતાં રે,
વિચાર, વાણી વર્તનમાં હે , એક સરીખાં રહેતાં રે..સાચાં


 
ઉઁચ_નીચનાં ખ્યાલ તજી દઇ, ભેદ ભાવ ના કરતાં રે
 જનમ મળ્યો છે તો જીવવુ સાથે નિર્ણય તેવો કરતાં રે.. સાચાં

 ઉદારતા ડગલેને પગલે સંસારે જે રાખે રે
સંપર્કે આવે તે સહુનો, પ્રેમ સદાએ ચાખે રે.. સાચાં 

ઉદ્યમ દ્રષ્ટિ ને કરુણા વૃષ્ટિ, મૈત્રી-ભાવ વધારે રે
અવરોધો ત્યાં કમ થઇ જાયે, આનંદ-વૃધ્ધિ થાયે રે.. સાચાં


 સંતાપો સહુ ઘટતા જાયે, સંતોષ વધે ખુબ મનમાં રે
દુ:ખનું ત્યાં નામ નહીંને, સુખની છન્નમ-છન્નારે.. સાચાં 
  

                                અંબુભાઇ દેસાઇ શાંતામ્બુ એલ.ડી, આર્ટસ કોલેજ નાં છ માસિક અંકમાં 2 ઓક્ટોબર 1946માં  મુખપૃષ્ઠ પર પ્રસિધ્ધ થયેલ રચના આમ તો વૈષ્ણવ જન તો તેને રે કહિયે ના ઢાળ ઉપર લખાયેલી છે. ઘણી વખત જીવનમાં આ સત્યો સાથે જીવવુ અસંભવ લાગે પરંતુ મુ.અંબુકાકા આજે પણ આ સત્યોને વળગેલા રહી 3પ સભ્યોનાં મોટા કુટુંબનાંમોભી થઇ કળયુગમાં પણ સતયુગી સંયુક્ત કુટુંબ જીવન અમેરીકામાં જીવી રહ્યાં છે.

This entry was posted in અંબુભાઇ દેસાઇ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.