ડોલર દે ડંખ- વિજય શાહ

 

મીઠા જળનું હુ માછલુ ખારારે વિદેશી જળ
કેમ કરી રે જીવાય અહીંયા, ડોલર દે ડંખ, 

વતન માં સૌ સ્નેહીઓ, એકલતાની આ પળ
દે મને ઓ પ્રભુ  ઊડવાને, તહીં મનપંખ. 

મમતાનુ નામ મોહ તેથી આકળ વિકળ
આક્રંદે મન જ્યારે લુંટાય, સોના જેવી લંક. 

ડોલર  નામ આ જેની તોલે ન અન્ન ન જળ
નીતિ પ્રીતિ વિનય વિવેક સૌ જો તાળે બંધ.

  મા બાપ વતનૅ, ને અહીં સંતાનો સજળ
આંસુ બનીને ખરતો દિ,મન તો જાણે અંધ.   

This entry was posted in વિજય શાહ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

3 Responses to ડોલર દે ડંખ- વિજય શાહ

 1. vilas bhonde says:

  very nice and quite touchy

 2. gopal parekh says:

  dil halavi nakhe tevi ek uttam ne tunki kavita

 3. Pravina Avinash Kadakia says:

  udu aabhe mane prabhu de pankh
  nathi sahevato aa dollarno dankh

  sahevaay nahi ane kahevaay nahi evi aa vat che.
  wonderful Vijaybhai

Comments are closed.