ભીતરના ખજાના- દેવિકા રાહુલ ધ્રુવ

 

મનની ભીતરમાં ભર્યા છે ખજાના
        સાગર મહીં જેમ મોતીને હીરા
સાચાં કે ખોટા, સારા કે નરસા

        કદી ન જાણે કોઇ મનની માળા
ડૂબકી મારી મારી મથે સૌ પલ પલ
        જડે તો યે ફક્ત શંખોને છીપલાં
 

મરજીવા પહોંચે છેક પાતાલ પાણી
        સુણે અચાનક કો આકાશ વાણી
ગેબી એ વાણી, જાણી અજાણી
        લાવી કિનારે ધરે શબ્દોનાં મોતી
રામ કે રહિમ, કૃષ્ણ કે શિવ
        પયગમ્બર કે જિસસની એક જ ભાષા
સાચા છે મનનાં સુવિચારોનાં હીરા
        ચમકાવે જીવન આ ભીતરના ખજાના                               

This entry was posted in દેવિકાબેન ધ્રુવ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

One Response to ભીતરના ખજાના- દેવિકા રાહુલ ધ્રુવ

  1. sushma says:

    Wah Devikaben,Tamari shailee khub gami.
    Uchh Kakshanu Lakhan Tamaru,
    Samjaay je hoy Marjiva tamara Jeva

Comments are closed.