કોઈ ગીત જાગેછે-વિશ્વદીપ બરાડ

dsc00528.JPG

ધમ ધમતી ધરતી પર,સરકતી સરિતાના નીર ધીંગા-મસ્તી કરતા હોય્,
ખેતરના ખોળામાં લીલોછમ પાક લહેરાતો હોય્,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

ચમકતી ચાંદની ચુંદડી પે’રી,લહેરાતા સાગરને લોભાવતી હોય્,
મોજાની મદ મસ્તી સાથે રેતી રણજણતી હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

વસંતી વાયરા કોયલનું કુંજન લઈ, પ્રેમીઓને પાગલ કરતા હોય્,
કળીઓની મહેંકમાં યૌવનની અધીરાઈ હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

શિખરોના શંખનાદ ટાણે, સૂરજ સંધ્યાને સોડમાં લઈ ઢળતો હોય,
પંખીડાઓ ગીત-ગાતા ,વ્રુક્ષમાં વિસામો લેતા હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

વરસાદ વરસી-વરસી થાકે ને સૂરજ કિરણ ડોકીયા કરતું હોય,
નવરંગ વસ્ત્રપે’રી મેઘ-ધનુષ મન મુકી મહાલતો હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.

પારણે બાળ ઝુલતું ને મા મધુર, મધુર ગીત ગાતી હોય,
પ્રભુ મળવાની આશ લઈ ઘડપણ ગોથા ખાતું હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.

This entry was posted in વિશ્વદીપ બારડ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

One Response to કોઈ ગીત જાગેછે-વિશ્વદીપ બરાડ

  1. Pravin V. Patel says:

    Sikkaani biji baju———–
    Anyaay, Hinsaa, Dangaa, Anaath Maasum BaaLako, Bhukhamaro, Nirdosoni RanjaaLa———–vagere Joine KAVIONO aatmaa kakaLi uthe chhe ane hruday pokaari uthe chhe tyaare aeni kalammaathi AANSUO nitare chhe.
    “DIP” ni ROSANI zaLahaLati rahe.
    ABHINANDAN.

Comments are closed.