કોણ છે ?

180px-taj_mahal_in_march_20041.jpg 

 નિત મારી   શૈયા સજાવી, વ્હાલ થી પોઢાવનાર કોણ છે ?
ઉષાના  રંગીન વસ્ત્રો સજી,સુંવાળો સ્પશૅ કરનાર  કોણ છે ?

ભટતો  એકલો  હું , આસું  સારતો  આ વેરાન  નગરી માં,
સ્નેહ  શણગાર  સજી , મારા   આસુંને  પોંછનાર  કોણ છે?

કેટલી  આશા   અરમાન   સાથે, મારું  મન   ભટકતું  હતું,
સુખ  સાગર થી ભરી દેનાર , આ   દયાની   દેવી કોણ  છ  ?

કિનારો   શોધવા, મધ દરિયે તોફાન માં  હું   તડફતો  હતો ,
પ્રેમ  થી હાથ   જાલી,  કિનારે   લાવનાર  સુંદરી કોણ છે ?

રાહમાં એવા તો ઘણાં મળ્યા,ઘડી સંગાથ આપીચાલ્યા ગયા,
જુવો  જીવનભર    સુખ-દુઃખ નો  સહારો   દેનાર   કોણ   છે ?

This entry was posted in વિશ્વદીપ બારડ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

2 Responses to કોણ છે ?

  1. vijayshah says:

    જીવનસાથી ઉપર આવી સુંદર વાત! અને પુરક તાજ મહાલનું ચિત્ર કાવ્યને સંપુર્ણતા દઇ જાય છે.
    મઝા આવી ગઇ!

  2. Kiritkumar G. Bhakta says:

    તાજમહાલ પ્રેમનું પ્રતીક છે કે પ્રમાણ…?
    બાકી પ્રેમને ભેટની રિશવત જેવું કોઈ અપમાન નથી !

Comments are closed.