માણસ મરી જાય છે પછી -જયા મહેતા


થોડા દિવસ
કરુણ શબ્દોની ઊડાઊડ.
થોડા દિવસ
હૉસ્પિટલની લૉબીમાં ફરતાં સગાંવહાલાં જેવી
ઠાલાં આશ્વાસનોની અવરજવર.
થોડા દિવસ
‘ગીતા’ને ‘ગરુડપુરાણ’ ની હવા
પછી
બૅંક-બૅલેન્સની પૂછપરછ
પછી
મરનારના પુરુષાર્થનાં
ગુણગાનની ભરતી અને ઓટ.
પછી
રૅશનકાર્ડમાંથી નામની બાદબાકી
છેવટે રોજની જેમ સૂર્ય ઊગે છે,
રોજની જેમ સૂર્ય આથમે છે,
અને કંકુની ડબી પર જાણે કે
શબની ચાદર ઢંકાઈ જાય છે.
કંકણોની પાંપણો ટપક્યા કરે છે
અને
મંગલસૂત્ર ઝૂર્યા કરે છે.

This entry was posted in અન્ય બ્લોગમાંથી ગમેàª. Bookmark the permalink.

One Response to માણસ મરી જાય છે પછી -જયા મહેતા

 1. vijayshah says:

  આ વાત આટલે નથી અટકતી
  મંગલસુત્રનો ઝુઅરાપો કદીક જનારે ન પુરા કરેલ વચનો પર કદીક આક્રોશ તો કદીક નિ:સાશા બની આંખ થી ટપક્યાં કરે
  દરેક વર્ષે વરસીનાં સ્વરુપે જનારને યાદ કરી મન ભર્યા કરે
  અને એક દિવસ જ્યારે તેને જવાનો સમય આવે ત્યારે
  જતા પહેલા ફરી એક વાર એને યાદ કરી ક્યાં કોઇ રડ્યા કરે?

  પડી ગયેલ વરસાદ નો ભેજ જેમ સુર્ય પ્રકાશ ઉડાડી દે તેમ જ..
  જનાર જતો રહે છે અને જીવન નવા રંગ નવા કલેવર બતાવ્યા કરે
  ખૈર! તેથીજ તો જીવન લાંબુ છે અને મોત નિશ્ચિંત હોવા છતા ટુંકુ છે

Comments are closed.