તમે યાદ આવ્યા…………રસેશ દલાલ

પરોઢના પ્રકાશની નજાકત જોઈને તમે યાદ આવ્યા,
               
પ્રકાશના લાલ કીરણની ટશર જોઈને તમે યાદ આવ્યા,

કીરણના શેરમાંથી નીકળતી ધટમાળ જોઈને તમે યાદ આવ્યા,
              
શેરનાં સ્પન્દનો અને શબ્દોના  ભાવ જોઈને તમે યાદ આવ્યા,

શબ્દોના સાથિયા અને સાથિયાના રંગ જોઈને તમે યાદ આવ્યા,
               
સાથિયાના ભાવ, ભાત અને ભપકો જોઈને તમે યાદ આવ્યા,


આવાજ શમણામાં એક શમણુ પુરુ થયુ અને તમે યાદ આવ્યા,
                
યાદમાં યાદ રહી ,ફરિયાદ રહી અને તમે યાદ આવ્યા,
            

This entry was posted in રસેશ દલાલ્, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

3 Responses to તમે યાદ આવ્યા…………રસેશ દલાલ

 1. vishwadeep says:

  તમને જોયા,ને ગાડી તમારી , સ્પીડમાં જતી રહી,
  ને તમે યાદઆવ્યા,
  રહી ગયો જોતો આ મિત્રની સવારી,
  ને ફરી-યાદ આવ્યા.
  કોણ હશે એ કારમાં કોઈ સુંદરી,
  મિત્રે ના જોયું પાછળ,
  ને તમે યાદ આવ્યા.
  શુ કરૂ ફરિયાદ, ખુદ ઠર્યો ફરિયાદી,
  ને મિત્ર મારા યાદ આવ્યા…
  કેવી લખે સુંદર આવી કવિતા કે ” તમે યાદ આવ્યા ”

  ફેરિ-યાદી-યાદમાં

 2. Kiritkumar G. Bhakta says:

  રસેશભાઈ;

  સાથિયામાં રંગ એક ઓછો જોય
  તમે યાદ આવ્યા…
  હવે છે એક જ ફરિયાદ ,
  આવે છે ફરી ફરી યાદ.

 3. MAHESHCHANDRA NAIK says:

  GREAT SHRI RASHESHBHAI, I AM VERY HAPPY TO SEE YOUR PHOTOGRAPHS AND GAZALS , CONGRATULATIONS!!!!!!
  Mahesh Naik

Comments are closed.