હોયછે.

imagescaf2smbd.jpg 

રોજ રોજ આંસુ પાડનારા, મજાકનુ કારણ  બનતા હોય છે
દદૅ  કોણ લે,  સૌ    વાતનું   વતેતર    કરતા   હોય છે.

કેટલાય  ઘર  એમને  એમ  બળી  ખાખ થઈ જતાં હોય છે,
 ભભુકતી આગને   ફૂંક મારવાની   મજા   માણતા   હોય છે.

યજ્ઞ   કરનાર  ઘીના   ડબ્બા   હજારો   હોમાતા     હોય છે,
દલીતોના   પેટ પર  પાટુ     મારવાનું  કામ  કરતા હોય છે.

મોતની મજાક ઉડાવી લાશપર  આંખ આડા કાન કરતા હોયછે,
“દીપ” રાખજે  કાળજું   કઠણ  ,દુનિયા સાવ નઠારી  હોયછે.

 

This entry was posted in વિશ્વદીપ બારડ. Bookmark the permalink.

2 Responses to હોયછે.

  1. Kiritkumar G. Bhakta says:

    દીપને માટે તો દુનિયા અજવાળવાની….
    સારી શું ને નઠારી શું… ખરું ને…?

  2. vishwadeep says:

    Thank you Bhakta Saheb

Comments are closed.