એક સાદો પ્રસંગ__કિરીટ ભક્તા

tiger5.jpg

         

પાંચેક વરસ પહેલા અમે લગભગ છ-સાત મિત્રો ઑસ્ટીન ગયેલાં.ત્યાં એક મુસ્લિમનું ઇંડિયન રેસ્ટોરંટ હતું.અને એ મારા બનેવીનો મિત્ર હતો.એટલે, અમે બપોરનુ જમવાનું ત્યાં નક્કી કર્યું.લગભગ બધા કામ પતાવીને અમો સૌ તે રેસ્ટોરંટમાં પહોચ્યા.        બપોરના સમયે ખાસ કંઇ ભીડ ન હતી.રેસ્ટોરંટનો માલિક મારા બનેવીના મિત્ર દાવે અમને જાતે જ સેવા માટે આવ્યો.મારી સાથેના બધાએ માંસાહારી ભોજનનો ઑર્ડર આપ્યો.અને, હું શાકાહારી ભોજન પર ભાર મુકતો રહ્યો.એટલે રેસ્ટોરંટના માલિક સાથે મારી વાતચીત આવી કંઇક હતી…

કેમ,તમે આજે નૉનવેજ ખાશો નહી?

કેમ,આમ અક્કલ વગરની વાત કરે છે?આવું કેમ બોલો છે ? અમે નૉનવેજ ખરેખર સરસ બનાવીયે છીએ.મેં ના પાડી કે સારુ નથી બનાવતો.પણ જો જગતના જેટલા પણ બુધ્ધિશાળી અને શક્તિશાળી પ્રાણીઓ શાકાહારી છે.ખરું ને ! હાથી,ઘોડો,જિરાફ,ગેંડો,બળદ..વગેરે.અને સમાજને ઉપયોગી પ્રાણીઓ જેવા કે ગાય,ભેંસ,બકરી.. સમજે છે ને…આયલા, એ વાત તો બાપુ તમારી સાચી..તો પછી કયારનો નૉનવેજ શું કામ મા પરણતો હતો ?

હા યાર, સાચી વાત છે.એ…ય. આજથી મારું ખાવાનું કપલીટ વેજી…એણે બૂમ પાડીને એના કામ કરતાં માણસોને જણાવી દીધું.

આ વાતને લગભગ ત્રણેક મહિના વિત્યા હશે.અને અમે એક દિવસ કોઇકના અંતિમસંસ્કાર પતાવીને આવતા હતાં.સાંજનો સમય હતો.અમે ઑસ્ટીનની નજીક હતાં. એટલે, અમે અમે સાંજનું જમણ ઑસ્ટીનમાં પેલા રેસ્ટોરંટમાં જ પતાવવાનું નક્કી કર્યું.

        ફરીથી તે જ રેસ્ટોરંટમાં ગયાં.આમેય પ્રવાસ ઘણો લાંબો હતો.એટલે દારુ પણ ખાસો પીધો હતો.ભૂખ જોરદાર લાગી હતી.ત્યાં પહોચીને અમે બધાએ નૉનવેજ ખાવાનો ઑર્ડર આપ્યો.એટલા જ માં તે રેસ્ટોરંટનો માલિક ત્યા આવ્યો.અને–અરે ભાઇ ! તમે તો વેજીટેરીયન..અને જૂઓ,તમારી વાત સાંભળ્યા પછી,પુછી જુઓ આ લોકોને ત્રણ મહિનાથી મેં ઇંડુને પણ અડ્યું નથી.ગધેડો છે કે ! અક્કલ ક્યા બળી ગઇ છે તારી ?કેમ હવે શું થતું ?જો,સાંભળ,એ પ્રાણીઓ શક્તિશાળી અને બુધ્ધિશાળી હોવા છતાં માણસ એની પર સવારી કરે છે.અને,એનો ઉપયોગ કરે છે.કોઇ દિવસ તે સાંભળ્યું છે કે કોઇ માણસે વાઘ,સિંહ,ચિત્તા પર સવારી કરી ?એટલા માટે કે તે વેજી નથી ખાતા…હે..ય…આજથી મારુ નૉનવેજ રાંધવાનું….

  (અહીંથી આગળની વાત મિત્ર ઇન્દ્રવદન મિસ્ત્રી સાથે વાતચીતથી થઇ)

ત્રણેક મહિના પછી ફરીથી એ જ રેસ્ટોરંટમાં જવાનું થયું.બોલો સાહેબ,આજે તમારી ગમતી ચીકનની ડીશ ખાશો કે બીજુ ખાસ કઇ બનાવું ?તને શુ કહેલું વેજ ખાવાનું,પછી કેમ નૉનવેજ ની વાત લઇને બેઠો ?પણ લાસ્ટ ટાઇમ તો તમે કહેલું કે નૉનવેજ ખાનારા પર કોઇ સવારી ન કરી શકે.મૂરખ છે તું, નૉનવેજ ખાનારા સરકસમાં કામ કરવા ઉપરાંત પાંજરામાં પુરાઇ રહે છે.હવે અક્કલ આવી કે શું કામ વેજ ખાવાનું તે?”હે  ય આજથી નૉનવેજ બંધ…

This entry was posted in કીરીટ ગો. ભક્તા, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

7 Responses to એક સાદો પ્રસંગ__કિરીટ ભક્તા

 1. vijayshah says:

  વાતો અને તેના અર્થઘટનો તો તમારી પાસેથી જ શીખવા પડે તેમ છે કિરીટભાઇ!

 2. vishwadeep says:

  Well done , Specially “SURATI BHAASHA. Surat ni vaani and ghari both are world famous!!!!!!!!!!!!!!!!!

 3. નાનપણમાં બકરી લઈને જતાં ભરવાડની વાત યાદ
  આવી ગઈ, યાદ છે ત્રણ ચોરે તેને કૂતરો કહીને
  ભોળા ભરવાડ પાસેથી પડાવી હતી.
  આ ભાઈતો અમેરિકામાં ધંધૉ કરે છે.ભાષા
  મઝાની છે.

 4. Jugalkishor says:

  એકવાર એક મીયાંભાઈ ઘરની ઓશરીમાં બેઠા હતા ને વરસાદ વરસતો હતો.તેવામાં એમના એક મિત્ર ભુદેવ ત્યાંથી દોડતા દોડતા નીકળ્યા.મીયાંભાઈ કહે, મહારાજ,દોડો નહીં વરસાદ તો ઈશ્વરનો પ્રસાદ કહેવાય,એનાથી બીવાય ? ભુદેવ શરમાઈને ધીમે ધીમે પલળતા ગયા.
  બે દિવસ પછી ભુદેવ ઓશરીમાં બેઠા હતા અને મીયાંભાઈ દોડતા નીકળ્યા.ભુદેવે યાદ અપાવ્યું કે ભાઈ આ વરસાદ તો પરસાદ કહેવાય,દોડો નહીં. મીયાંભાઈએ દોડવાનું ચાલુ જ રાખીને કહ્યું ” પરસાદ છે એટલે જ દોડું છું એને પગ નીચે બહુ કચરાવા ન દેવાય !!”

  આ બધું ને પંચતંત્રની વાતો વગેરે નવા જમાનાને આપવા જેવા ખજાના છે !

 5. Kiritkumar G. Bhakta says:

  Jugalkishor,
  Aaj vastu to aapne karvani chhe.
  Ahi na balko harry potter ne badle jo PanchTanta
  jane to kem ?

 6. સુરેશ જાની says:

  વાહ મજા આવી ગ ઇ.

 7. વાર્તાના અંતને મારી ઇચ્છા મુજબ વાળવા બદલ આભાર.

  ઘણા દિવસથી કોઇ નવી કૃતિના દર્શન થયા નથી, તો વતનની મુલાકાત બાદ હવે થોડા વધારે જોશથી લાગી પડો અને નવી કૃતિઓની લાઇન લગાવી દો.

  સુભેચ્છા સહ,

  ઇન્દ્રવદન મિસ્ત્રી

Comments are closed.