ઉપેક્ષા- સરયુ પરીખ

sukayela-pan.jpg 

ભૂલેલા કોલ અને ભારી કોઇ ભૂલ
નીકળેલા બોલ અને અધખીલ્યા ફૂલ
પ્રેમનીર વિના તરસ્યા રહી જાય
પીળા પાન પછી લીલા ના થાય


સહોદર ને સાથી કે નાનેરા બાળ
અંતરનાં આંગણમાં યાદોની જાળ
રુષ્ક શુષ્ક મોસમ જો જાય
પીળાપાન પછી લીલા ન થાય

નાજુક નવબંધન, પીયુની પ્યાસ
વાવેલી વેલને, માળીની આશ
વેલ વ્હાલપની જો એ કરમાય
પીળા પાન પછી લીલા ના થાય

સમય ના સાચવ્યો, ચાલી ગઇ રાત
તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત
બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય

2007 ની જાન્યુઆરી બેઠકનો વિષય હતો અપેક્ષા અને ઉપેક્ષા. તેમા ઉપેક્ષા ઉપર સર્યુબેને તેમની આ કૃતી રજુ કરી હતી.કાવ્યનો મધ્યવર્તી વિચાર હતો. જતન માંગતા સબંધો કે મન કે આંગણની વેલ ઉપેક્ષા કરશો નહિ અને સમય જો વીતી ગયો તો…
તુટેલા હૈયા, ને વીતી ગઇ વાત
બળી રાખ હવે ઇંધણ ના થાય
પીળા પાન હવે લીલા ના થાય.

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, સભ્યોની રચનાઓ, સરયૂબેન પરીખ. Bookmark the permalink.

2 Responses to ઉપેક્ષા- સરયુ પરીખ

  1. સુંદર રચના..

  2. Very nice poem…. congrats Saryuben!

Comments are closed.