યાદ છે સનમ

imagescawyxw3w.jpg 

વિણેલા વાટમાં મોતી સાથ , યાદછે સનમ,
અધરે  પીધેલા મધુરા  જામ, યાદછે સનમ્.

દિનભર  માણેલી  મહેફીલ ,  યાદછે સનમ,
સાંજે  લધેલ વસ્મી વિદાય,  યાદછે સનમ.

હાથમાં  હાથ   ઝાલી ફરેલા,  યાદછે સનમ,
દુનિયાની  નથી  કરી પરવા, યાદ છે સનમ.

મૌનમાં  ગુંજતી’તી   કોયલ,યાદ છે સનમ,
આંખમાં હતુ   અનોખું   તેજ,  યાદ છે સનમ.

રાધા-ક્રુષ્ણમાં સંગીતના સૂર ,  યાદછે સનમ,
રમેલા સાથે સુંદર  રાસ ,   યાદ છે  સનમ.

પ્રેમ  બનાવે છે  સુંદર સ્વગૅ,  યાદ છે સનમ ,
પ્રેમ  ઉતારે   સૌને બેડાપાર , યાદ  છે સનમ

                                     વિશ્વદીપ બારડ

This entry was posted in વિશ્વદીપ બારડ. Bookmark the permalink.

2 Responses to યાદ છે સનમ

 1. સુરેશ જાની says:

  હળવાશમાં …
  ભરતો રહ્યો હોટલોનાં બીલ એ પણ હજુ યાદ છે ?
  – રઈષ મનીઆર

 2. મૌનમાં ગુંજતી’તી કોયલ,યાદ છે સનમ,
  આંખમાં હતુ અનોખું તેજ, યાદ છે સનમ.

  સુંદર…

  સુરેશદાદાની કમેન્ટ વાંચીને નીચેની પંક્તિઓ યાદ આવી… 🙂

  એક વેળા દીધુ હતુ દિલ એ હજુ યાદ છે સનમ…
  ને ભરતો રહ્યો હોટલોનાં બીલ એ હજુ યાદ છે સનમ…

Comments are closed.