હાથ ધુએ છે…કિરીટ્કુમાર ગો ભક્ત

mitra.jpg

 છે એક, શાણો મિત્ર અમારો,
છે, એ અમ સૌથી નિરાલો.

આપવાની ભાડે બુધ્ધિને,
ગ્રહ્યો છે ,ધંધો નિજનો એણે.

ભૂલ કાઢવી સામા જણની,
ધંધાની પૉલિસી એની.

કામ ભલે હો દસ મિનીટનું,
આયોજન એનું સાત દિવસનું.

એ જમતાં પહેલાં હાથ ધૂએ છે,
 જમ્યા પછી  હાથ ધૂએ છે.

એ કરતાં પહેલા હાથ ધૂએ છે,
એ કર્યા પછીહાથધૂએ છે

એ અડતાં પહેલા હાથ ધૂએ છે,
એ અડ્યા પછી હાથ ધૂએ છે

એ વિચારતાપહેલા હાથધૂએ છે,
એ વિચાર્યા પછી હાથ ધૂએ છે.

એ હાથ ધોતા પહેલા હાથ ધૂએ છે,
એ હાથ ધોયા પછી હાથ ધૂએ છે.
કહેવાની જરુર ન પડે કારણકે આવા મિત્રો હજારોમાં છે. જેમની બુધ્ધિમતાનું સ્તર તમે થોડુક કામ સાથે કરો એટલે ખબર પડીજ જાય અને પછી તમને જન્મે તેમના એવા ચાળા ઉપર કરુણતા.. કારણકે તેઓ તેમ ન કરે તો શું કરે?  આવડત તો હોય ઓછી પણ ડંકો વગાડવા મોટો જોઇએ -જાનમાં કોઇ જાણે નહિ અને કહ્યા કરે હું તો વરની ફઇ..માફ કરજો હું તો આવુ લખવા ટેવાયેલો છું માઠુ લાગે તો ઘરે જૈ એક રોટલી વધારે ખાઇ લેવાની શું?

This entry was posted in કીરીટ ગો. ભક્તા, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

2 Responses to હાથ ધુએ છે…કિરીટ્કુમાર ગો ભક્ત

  1. ઍ હાથ ચોખ્ખા કરવા ધૂએ છે કે
    પાણીનો દુર્વ્યય કરે છે

  2. ઇ હાચુ હો…

Comments are closed.