ક્યાંથી હોય -ઇ.મેલ રસેશ દલાલ

 વસ્ત્રો થઈ ગયા ટુંકા, લાજ ક્યાંથી હોય ?
અનાજ થઈ ગયા હાઈબ્રીડ , સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના , દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકનાં , સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયા મેકઅપનાં , રૂપ ક્યાંથી હોય ?
શિક્ષકો થયા ટ્યુશનીયાં , વિદ્યા  ક્યાંથી હોય
ભોજન થયા ડાલડાનાં , તાકાત  ક્યાંથી હોય ?
પ્રોગ્રામ થયા કેબલનાં , સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઈ ગયો પૈસાનો , દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના , ભગવાન ક્યાંથી  હોય ?
                                                     -અજ્ઞાત

સૌજન્ય: www.readgujarati.com
સંશોધન સહાય:  વિનય ખત્રી
This entry was posted in રસેશ દલાલ્, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

5 Responses to ક્યાંથી હોય -ઇ.મેલ રસેશ દલાલ

 1. vijayshah says:

  વાહ! મઝા આવી ગઇ

 2. સુરેશ જાની says:

  કવિઓ થઇ ગયા બ્લોગના , પુસ્તક ક્યાંથી હોય?!!

 3. pravinash1 says:

  શબ્દો થઈ ગયા ફીક્કા
  મધુરતા ક્યાંથી હોય

 4. સરસ રચના.

  રસેશ દલાલની આ રચના ગુજરાત સમાચાર અને…

 5. રીડ ગુજરાતી પર ‘અજ્ઞાત’ તરીકે પ્રસિદ્ધ થઈ છે!!

Comments are closed.