હું પણ જાણું તું પણ જાણે.

કોણ  ખરું  છે  ખોટું  શું છે ? હું પણ  જાણું  તું  પણ  જાણે,
મનમાં કોના  ઓછું   શું છે ? હું  પણ જાણું   તું પણ જાણે.

સૌનું   હસવું   રડવું  સરખું ,  ચઢવું  ને ઓસરવું  સરખું,
તોય   બધામાં  નોખું  શું  છે ? હું પણ જાણું તું પણ જાણે.

ક્યારે  કેવી ચાલ રમાશે   જો   જાણો  તો  જીતશો , બાકી,
ઊંટ, વજીર ને  ઘોડુ શું છે ? હું   પણ જાણું તું પણ જાણે.

દિલ  પર  રોજે   રોજનું  ભારણ , સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું  નહીં તો થોડું શુ છે ? હું પણ  જાણું  તુ  પણ જાણે.

તારો મોભો, માન,પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ  ર’વાદે,
કાળું  શું છે, ધોળું શું છે ? હું  પણ  જાણું   તું પણ જાણું.

                  મકરંદ –   ગઝલગરિમા-૨૦૦૧

*********************************************

નિરાશા  ભરેલા  સ્વરે શું  કહો  છો ?
તમે જે કહો છો , મને શું કહો છો ?
વહેતી  જતી આ    નદીને  કિનારે,
હતું એક શબ ક્યાં જશે ? શુ કહો છો?

– “દીપ”

This entry was posted in વિશ્વદીપ બારડ. Bookmark the permalink.

One Response to હું પણ જાણું તું પણ જાણે.

  1. pravinash1 says:

    નિરાશા ભરેલાં સ્વરો
    વગર કહ્યે ઘણું કહી જાય
    શબને તો કાંઈ કહેવાની
    જરૂરત ખરી?

Comments are closed.