નર્મદની શૌર્ય કવિતા-ડો ઇન્દ્રવદન દવે

poet_narmad.jpg

(ડો ઇન્દ્રવદન દવેનાં વિવેચન-લેખ સંગ્રહ ‘ઉપાસના” માંથી તારવેલુ)

નર્મદ એટલે જીવનભરનો જોધ્ધો. એને શાંત,શાણું, ઠાવકું અને ચીલામાં ઘસડાતુ જીવન પસંદ જ નહિ. એની અહર્નીશ ઝંખના જ અસત્ય સામે , અજ્ઞાન સામે, અપમાનો સામે, સીતમો સામે, ગુલામીનાં બંધનો સામે, રુઢીનાં કિલ્લા સામે યુધ્ધ કરવાની, હારવુ પણ થાકવુ નહિ! પડી પડીને પાછા ઉઠવુ પણ દુશ્મન દફનાવાય નહિ, ત્યાં સુધી યુધ્ધમાંથી કદી પાછા હઠી જવુ નહિ એ એનો જીવન મંત્ર.

ડગલુ ભર્યુ કે ના હઠવું ના હઠવું:
વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું.

નર્મદે ગુજરાતી પ્રજાને યુધ્ધમાં જોડવાની હાકલ કરી.

સહુ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે!
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
ચલો શું વાર લગાડો, ચલો નીડર રણમાં,
ધસી પડો શત્રુ પર નહિતર મરી જશો ક્ષણમાં

એણે પ્રજાને પાનો ચઢાવ્યો

સજો સજો સહુ શૂર, દેશ હિત કાજે સજતાં,
સાર્થક જીવ્યુ થાય, જુધ્ધમાં રંગે મચતાં

સંકટ થી જે બીહે, બાયલો કાયર ભૂંડો
પુરુષ છતે સ્ત્રી તેહ, એટલું કે નવ ચૂડો
નર્મદને સદા યુધ્ધ ઘોષણા જ સંભળાય છે.

શંખનાદ સંભળાયે ભૈયા, શુર પુરષને તેડું હો
કારી કારમો ઉગ્ર ઉછળતો રણનો મુજને લાગે હો

યુધ્ધે ચઢેલાં સૈનિકોનાં ઉત્સાહને તે વર્ણવે છે.

પ્રભાત પ્હોરે લાભ ચોઘડીયે, મંગળ વાજું વાજે
ઉદાર યોધ્ધા રણમાં ઉતરે સ્વદેશ કેરી દાઝે,
હાર્યા જનનો હો, રણ રંગ રાખવા હો

એ યુધ્ધમાં થતા મૃત્યુનો એ મહિમા ગાય છે.

રણમાં મુઆ તો એ રૂડું દાસપણાથી છુટશુ હો,
ગત પ્રાણીને બંધનનું નથી,ભય કો રીતનું કશું હો.
મરશું પણ વારસને માટે વૈર વારસું મૂકી,
એ પણ પાછા મંથન કરશે તન મન ધનથી ઝૂકી.

આમ નર્મદે પોતાનાં યુધ્ધ ગીતો દ્વારા આળસુ અને જડ પ્રજાને ટટ્ટાર કરી પ્રજાની અધોગતિને લાવનારા તત્વો અને બળો સામે યુધ્ધ કરી તેમેને નિર્મુલ કરવા પ્રેરી.( ઉપાસના પાન નંબર 102 અને 103)

This entry was posted in ગમતાનો ગુલાલ, ચિંતન લેખ, પ્રકીર્ણ. Bookmark the permalink.

3 Responses to નર્મદની શૌર્ય કવિતા-ડો ઇન્દ્રવદન દવે

  1. Dear friends,I am thankful to this little reminder, about great inspiration from “Great Kavi Vir Narmad”,.These sentences of critisism, written in “Upasana”,were written by my father Late-Dr>Indravadan Dave,who was also first one in Gujarati crttics, to write his Ph>D thesis on great Romantic poet “Kalapi”, This is just to remind interested Gujarati readers .Thanks..From Dr>Rajhans Dave.

  2. Thanks for this little information to readers, regarding Poems of vir Narmad, writen by my late father.–

  3. ROHIT says:

    ATLI SARAS KAVITA ……
    APANI AJJ NE YUVA PEDHI NE KHABER PAN NATHI….

Comments are closed.