કાનુડાની રીત-વિજય શાહ

ઉલઝતો રહ્યો છું નિશદિન
કે ક્યારે ચોરાયું હતું મારું ચિત્ત.
શોધુ હું એ કાનુડાની રીત
કે જેને રાધા કહે હૈયાની પ્રીત.

જ્યારે મનનાં માનેલ મીતનુ પ્રેમાળ હકારત્મક ઇજન મળ્યું હોય અને શરદ પુનમની રઢીયાળી રાતમાં યૌવન હીલોળે ચઢ્યું હોય ત્યારે ઉઠતો આ નાજુક પ્રશ્ન પ્રેમમાં પડેલ પંખીડાને ઉઠે અને ઉઠે જ. રોમાંચીત સાથી કંઇક થનગનતુ શમણુ સત્ય કરવા મથે ત્યારે કાનુડાની યાદ તો આવે જ કહે છેને કે
વો જવાની જવાની ક્યા?
જીસમેં કોઇ કહાની ન હો

કે પછી સંગીતનાં સૂર રેલાતા હોય કે ‘આજા સનમ મધુર ચાંદની મેં હમ’ વાળા વાતાવરણમાં કાનુડાની વાંસળી કેમ વાગે તે પ્રશ્ન તો સહજ ઉઠે જને?

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, વિજય શાહ. Bookmark the permalink.

3 Responses to કાનુડાની રીત-વિજય શાહ

 1. ” tamaro Saptmesh panchme ke Panchmesh satme ”
  રસિક કવિરાજ! અમને કોલેજ કાળમાં પાછા લાવી દીધા.સરસ રચના
  અનિલ શાહ એસ્ટ્રોલોજર-404-751-6832

 2. pravina Kadakia says:

  કાનુડાનું ગીત, રીત અને પ્રીત
  તેમાં છુપાયું મનભાવન સંગીત

 3. vishwadeep says:

  પ્રિત ન હોત તો જીવવાની કોઈ રીત ના હોત,
  જીવવાની રીત ન હોત તો આ માનવી ના હોત?

Comments are closed.