મને ગમતો પુસ્તકોનો સાથ.. સંકલન-અક્બર અલી નરસી

 

1. પુસ્તક, કિતાબ, બુક એ એવી વસ્તુ છે, જે માનવીનાં મનને શણગારે છે. અને માનવીને સાચા અર્થમાં માનવ બનાવે છે. આજ કારણ છે કે લેખક સર્જક સૌથી વિશેષ માનનો અને આદરનો અધિકારી લેખાયો છે.

2.જ્યારે તમે લંચ માટે બે કલાક જેટલી લાંબી છુટી મેળવવા જેટલુ મહ્ત્વ પ્રાપ્ત કરી લો છો..ત્યારે ડોક્ટર તમને માત્ર એક ગ્લાસ દુધ થી ચલાવી લેવાની સલાહ આપે છે.

3.તમે જો ગરીબ હો.. પણ તમારામાં ગરીબીની લાચારી અને દીનતા ન હોય,, તમારુ મસ્તક તમે ઉન્નત રાખી શકતા હો,, અભાવ્નાં રોદણા છોડીને તમે તમારા પુરુષાર્થ અને અણનમ પ્રયત્નોની પુંજી લઇને ટટ્ટારચાલી શકતા હો..તો તમે ગરીબ છો તે વાત ગેર સમજ માત્ર છે.

4. તમારા સ્વજનો જો તમને છોડી ગયા હોય.. પણ અંધકાર્ની અંદર તમારી આત્મશક્તિનો દીવો લઇને એકાંકી ચાલ્ય જવાની તમારામાં હિંમત હોય, જતી રહેલી સંપતિ પર વિષાદને બદલે ફરી નવી સમૃધ્ધિ મેળવવા જેટલી ખુમારી અને સર્જકતા હોય..તમારા દુ:ખો પર તમે હસી શકતા હો..ઝંઝાવતભરી અંધારી રાતે કાંટા થી છવાયેલ્ રસ્તે ઘોર જંગલમાં એકલાં તમારી મંઝીલ પર પહોંચવાની તમારી તમન્ના અખુટ રાખી શકતા હો.. દુનિયાનાં લાખો અસત્યો સામે તમારા એક સત્યને કેવળ એના પોતાના જ બળ ઉપર ઉભું રાખી શકતા હો..તો તમારા સ્વજનો ભલે તમને છોડી જાય અલ્લાહ તમારી સાથે છે તેની ખાતરી રાખજો

This entry was posted in અક્બર અલી નરસી. Bookmark the permalink.

One Response to મને ગમતો પુસ્તકોનો સાથ.. સંકલન-અક્બર અલી નરસી

  1. vijayshah says:

    વાંચન્ નાં ખુબજ શોખીન અક્બરલી ભાઇ 75 વર્ષની ઉંમરે પણ કોમ્પ્યુટર ઉપર ગુજરાતી ટાઇપ કરી માતૃભાષા જીવંત રાખવા મથે છે તે પ્રેરણા દાયક ઘટના છે અને મા ગુર્જરીનાં આવા પનોતા પુત્રને મળવા નો અને તેમની લાઇબ્રેરીનો ઉમદા સંગ્રહ નાં 21 પુશ્તકો ‘મહાદેવભાઇની ડાયરી”
    ગુજરાતી સાહિત્ય સરિતાનાં સભ્યોને વાંચન માટે આપી તે બદલ સાહિત્ય સરિતા વતી હું તેમનો આભાર માનું છું અને તેમની ગુજરાતી ભાષા પત્યેનાં પ્રેમને બીરદાવુ છું

Comments are closed.