અમિ ઝરણાં- ગમતી કાવ્ય પંક્તિઓ -3

 • સ્નેહ રહે ઊંડાણમાં,ઉપર નહિ દેખાય
  પણ છોળે થી ઊછળે જો કદી શારણ થાય
                                        હરિહર ભટ્ટ્
 • સરવાળો સત્કર્મનો,ગુણનો ગુણાકાર
  બાદબાકી બુરાઇની,ભ્રમનો ભાગાકાર
                                   જયંત પાઠક
 • આપણે આપણી રીતે રહેવું,
  ખડક થવુ હોય તો ખડક,
  નહીં તો નદીની જેમ નિરાંતે વહેવું
                               સુરેશ દલાલ
 • ખોબો ભરીને અમે એટલું હસ્યાં
  કે કુવો ભરીને અમે રોઇ પડ્યાં
                         જગદીશ જોશી
 • જીવન તો ફુગ્ગામહીં સ્થિર થયેલી ફૂંક
  ફુગ્ગો ફુટતાં વાયરે ભળી જાય થૈ મૂક
                                  અનીલ જોશી
 • ઘેરી લિયે કંટક છો ગુલાબને
  ન આંચ આવે કશીયે સુવાસને
                                    અજ્ઞાત
 • કડવા હોયે લીમડા, પણ શીતલ એની છાંય
  બાંધવ હોયે અબોલડા, તોય પોતાની બાંય
                                                અજ્ઞાત

 • હસી લો ખુબ કિંતુ રાખજો રોવાની તૈયારી
  હસી તો અલ્પ જીવી લહર છે ગમનાં સમુંદરની
                                                         અજ્ઞાત
 • This entry was posted in કવિતા, પ્રકીર્ણ. Bookmark the permalink.