ફીક્કો ફસ-4 ( લઘુ નવલકથા)

fikku-fas.gif


હીનાને ચારુ તરફ આવતી જોઇને કામિની અને કિસનનાં જીવ કપાઇ ગયા. પણ હીના અને ચારુ બંને પોતાની સફળતા પર મુસ્તાક હતા. પણ ચારુ નાં પગમાં પાણી ઉતરતું જતું હતું તેથી તે કામિનીને પણ સાથે લઇ જવા માંગતો હતો.આમેય હીરો ને એકાદ ચમચાની કે ચમચીની જરુર તો પડે જ ને?
એમની ખડકી પુરી થઇ અને હીના અને કામિની સાથે થઇ ગયા. હીનાએ પણ તેજ બદામી રંગનાં શર્ટ સાથે ચોકલેટી રંગનું બેલ બોટમ પહેર્યુ હતુ, હીના તરફ જોઇને ચારુ બોલ્યો -“હીના! હું અને કામિની સાથે જ કોલેજ્માં છીયે તને તો ખબર છે ને?”

તેણે હકારમાં માથુ હલાવ્યું અને મહાદેવનાં મદિર પાસે ફુલવાળાની છાબડી પાસે ક્ષણ ભર તે રોકાઇ. ચારુ આગળ નીકળી જતો હતો પણ તેણે જોયુંકે હીના ઉભી રહી હતી એટલે તે પણ ધીમો થયો અને હીનાની રાહ જોવા લાગ્યો. ત્યાં સુધીમાં કામિની મંદિરમાં પહોંચી ગઇ હતી અને મધ મીઠું મલકતી હીના બે ફુલનાં પડીકા લઇ આવી ગઇ. બે મીનીટની નાની મૌન સફરમાં બંને એ જાણે કેટલીયે વાતો કરી લીધી.બે વખત આંખ મળી, ટકી અને ઝુકી ગઇ.ચારુ એ જાણે ક્ષણમાં સ્વર્ગનું સુખ મળ્યું હોય તેવી તૃપ્તિનો અહેસાસ કર્યો.

મહાદેવનાં મંદિરમાં બધા સાથે ઉભા દર્શન કરતા હતા. કિસન પણ તે વૃંદમાં જોડાયો. 

કિસનનો પરિચય હીનાએ આપ્યો તે તેની સ્કુલમાં સાથે ભણતો હતો.

મસ્તી મઝાકમાં ચારુ આમેય અવ્વલ હતો અને મંદિર થી પાછા વળતા ધમાલમાં તેણે ‘ભાઇ’ શબ્દને ખુબ ચગાવ્યો..વીરમાંથી વીરા બની જતા દાખલાઓ દ્વારા કહી દીધુ પણ ખરું કે તેને કોઇની રાખડી પહેરવાનો શોખ નથી.પછી ભલે કિસનને તે શોખ હોય ત્યારે હીના હસી હસીને બેવડ વળી ગઇ. જોકે કામિની અને કિસન બંને ને હીનાનું આટલુ બધુ હસવુ યોગ્ય નહોંતુ લાગતુ પણ કરે શું? મીંયા બીબી જ્યાં રાજી ત્યાં…

ચારુ ધારતો હતો તેના કરતા આ વાત વધારે ઝડપથી આગળ વધી રહી હતી કારણકે આગ બંને પક્ષે એક સરખી હતી.બંને પ્રેમી પંખીડા જાણે એક સુર માં ગાતા હતા
“પ્યાર હુઆ એકરાર હુઆ હૈ પ્યાર સે અબ ક્યું ડરતા હૈ દિલ્”

પોતાની ખડકીમાં દાખલ થતાં બંને એકલા પડ્યા ચારુ એ કહ્યું “કાલે ફરી મળીશુને?”

હીના કહે “ગુરુવારે મને યુનીફોર્મની છુટ્ટી હોય છે. તમે સ્કુલે આવશો? મને ચોથો પીરીયડ ફ્રી છે.”

“એટલે અઢી વાગે?”

“હા”

“ભલે ત્યારે ગુરુવારે મળીયે” કહી ચારુ ઘર તરફ વળ્યો.

ઘરે જગત રાહ જોતો બેઠો હતો.

This entry was posted in લઘુ નવલકથા, વિજય શાહ. Bookmark the permalink.

0 Responses to ફીક્કો ફસ-4 ( લઘુ નવલકથા)

  1. Pingback: ફીક્કો ફસ-૯ -કિરીટકુમાર ગો ભક્ત « વિજયનુ ચિંતન જગત