વાલમ હવે તો આવ- ‘રસિક’ મેઘાણી

ટપકી રહી છે વેદના વાલમ હવે તો આવ
વરસે નયનથી વાદળા, વાલમ હવે તો આવ

તુ આવશે તો આભલા સૂરજ બની જશે
પગલા થશે પરોઢના, વાલમ હવે તો આવ

બંને મળીને ઝીલશું, બળતા બપોરે ધૂપ
ચૈતર સજાવે ઝાંઝવા,વાલમ હવે તો આવ

નફરત કહીં નહીં મળે, બસ પ્રેમને હો પ્રેમ
એવી પળોને પામવા, વાલમ હવે તો આવ

દ્રષ્ટિ સમેટી ઊંબરે ઊભો છું એકલો
સપના સજાવી પ્રેમનાં,વાલમ હવે તો આવ

તારા વિયોગે યાદમાં વીતી રહી છે રાત
ડૂબી રહ્યા છે તારલા, વાલમ હવે તો આવ

આકાશગંગા ઝગમગે રસ્તે સદન સુધી
ખુલ્લાં છે દિલના બારણા,વાલમ હવે તો આવ

This entry was posted in રસિક મેઘાણી, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

2 Responses to વાલમ હવે તો આવ- ‘રસિક’ મેઘાણી

  1. vijayshah says:

    તારા વિયોગે યાદમાં વીતી રહી છે રાત
    ડૂબી રહ્યા છે તારલા, વાલમ હવે તો આવ

    sundar

  2. સરસ રચના…

Comments are closed.