કિસ્સો-મુકુલ ચોકસી

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

આ મુક્તક ડો ધવલ શાહની વેબ્સાઇટ લયસ્તરો પર વાંચ્યુ અને કલમ જોરમાં આવી. મુકુલ ચોક્સી સરસ લખે છે તે તો સર્વવિદીત છે પણ આ મુક્તક વાંચતા એવુ થયું કે

પ્રેમમાં હાર અને જીત તો હોય છે જ  ક્યાં ?
તું જીતે અને હસે મોહક, શું તે જીત નથી મારી?
 જીતુ હું અગર તો તુ કહે મારો ‘વિજય’ જીત્યો
બંને ની જીતો માણતા જિંદગી જાયે અમારી

હકારત્મક જીવન એ સુખી થવાની ગુરુચાવી છે અને કહે છે આ ગુરુ ચાવી જે દંપતી ધરાવે છે તેને દુ:ખ કદી અડતુ નથી. મન એજ સુખ અને દુ:ખનું કારણ છે અને તે કેળવી શકાય છે પરિસ્થિતિને બીજી રીતે જોવાની દ્રષ્ટી કેળવીને. પ્રયોગ કરવો છે? અર્ધો પ્યાલો દુધ ભરીને હકરાત્મક વલણ ધરાવતા વ્યક્તિને આપો અને પુછો તે શું છે? જવાબ હશે અર્ધોપ્યાલો ભરીને દુધ. અને નકારાત્મક વ્યક્તિને પુછશો તો તે કહેશે અર્ધો પ્યાલો ખાલી દુધ છે. પરિસ્થિતિ એક હોવા છતા બે જુદા દ્રષ્ટીબીંદુ થી  સમજાઇ જશે કે કોણ સફળ થશે અને કોણ દુ:ખી.

આવીજ સરસ ઘટના મુક્તક્માં વર્ણવી

પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

સમતુલીત જીવન જીવવું તે પણ કળા છે અને કવિ તે કળાનાં માહેર છે જે આ બે પદમાં કહી દે છે.

આભાર કવિનો અને ડો ધવલ શાહનો(www.layastro.com)

This entry was posted in અન્ય બ્લોગમાંથી ગમેàª, કાવ્ય રસાસ્વાદ, વિજય શાહ. Bookmark the permalink.

6 Responses to કિસ્સો-મુકુલ ચોકસી

 1. પલ્લું તારી તરફ નમ્યાનો તને;
  મુજને આનંદ ઊંચે ગયાનો છે !

  બહુ જ સુંદરવાત છે…

 2. pravinash1 says:

  હારમાં પણ જીત છે પ્રણયની આગવી રીત છે

 3. Suresh Jani says:

  સરસ રસ દર્શન

 4. અહીં મને મિર્ઝાં ગાલિબની પ્રખ્યાત ગઝલ “હઝારોં ખ્વાહિશેં ઐસી…” નો એક શેર યાદ આવી ગયો…

  “મુહોબ્બત મેં નહી હૈ, ફર્ક જીને ઔર મરને કા,
  ઉસી કો દેખકર જીતે હૈ જીસ કાફિર પે દમ નિકલે…”

  ખુબ સુંદર…

 5. “મુહોબ્બત મેં નહી હૈ, ફર્ક જીને ઔર મરને કા,
  ઉસી કો દેખકર જીતે હૈ જીસ કાફિર પે દમ નિકલે…”

  ખુબ સુંદર

Comments are closed.