હું-તું-વિજય શાહ

હું
મુજ વિચાર વર્તુળોનું કેન્દ્ર
સ્પંદિત જળનાં વલયોની જેમ
તુજ વિચાર કેરા કંકર
મારા વિચારો ને દોડાવ્યા કરે

તું
મુજ હ્રદય દર્પણનું બિંબ
હસતું આભાસી પ્રતિબિંબ
પવન નાં થડકારે વિલાઇ જતું બિંબ

હું વત્તા તું
એટલે ભુરુ નિરભ્ર વ્યોમ
એટલે ઘૂઘવતો દરિયો
અનંત સૂર્ય માળનો રવિ

હું બાદ તું
એટલે એકડા વિનાનું શૂન્ય
કૈલાસે વસતો ઉમા વિનાનો શંભુ
કે કલમ કલ્પના વિનાનો કવિ પંગુ

http://sarjansahiyaaru.wordpress.com/2007/03/23/sarjankriya30_hu_tu/#comment-762

This entry was posted in વિજય શાહ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

One Response to હું-તું-વિજય શાહ


  1. હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં ?
    કે પછી એવું નથી બન્ને છીએ કંઇ વ્હેમમાં?
    - શેખ આદમ આબુવાલા

    સરસ...

Comments are closed.