જેટલો મોટેલનો વિસ્તાર છે- અદમ ટંકારવી

adam-tan-karavi.JPG

જેટલો મોટેલનો વિસ્તાર છે
એટલો આપણો સંસાર છે

આ અમેરિકાનો જય જયકાર છે
એની થુલી પણ હવે કંસાર છે

આપણો તાળો નથી મળતો પટેલ
એક પટલાણી ને સપના ચાર છે

આમ તો કંઇ પણ ફકરચંત્યા નથી
તોય માથા પર આ શાનો ભાર છે

અંઇનો પિઝા કે વતનનો રોટલો
એ બધી ચર્ચા હવે બેકાર છે

ચોંપલી ના થા ને સીધી કોમ કર
આજ કૈ સંડે નથી – બુધવાર છે

મારું હાળું એ જ હમજાતુ નથી
આપણી આ જીત છે કે હાર છે

ઉપર ઉપર થી બધુંય ચકચકીત
કિંતુ અંદરથી બધું બિસ્માર છે

આપણે પણ દેશભેગા થઇ જશું
છોડી પૈણી જાય એની વાર છે

અહીયાં એની બોનને પૈણે, અદમ
ક્યાં કોઇને આપણી દરકાર છે

ડો અદમ ટંકારવી ની ” અમેરિકામાં હોવુ એટલે” નામની પ્રવાસ ડાયરીમાં તેમના અમેરિકાનાં ટુંકા વસવાટનાં સારા નરસા અનુભવોમાં બહુ સચોટ અને સત્ય ઘટના સમુ કાવ્ય તેમના ત્રણ કલાકનાં પ્રોગ્રામનું ઘણા ઉચ્ચ કાવ્યોમાંનુ એક છે. અહી આવી વસેલા મધ્યમ વર્ગનાં દરેક માણસોને અમેરિકા કેવા દિવાસ્વપ્નો બતાવે છે અને તે મોહ જાળમાં ફસાયેલો માણસ ક્યારેક લોટરી લાગશે ને દેશ પાછો વળી જઇશનાં કળળમાં ફસાઇને જીવતો હોય છે. છોડી પૈણી જાય તો પણ છોડીનાં છૈયામાં અને ડોલરનાં સ્વપ્નોનાં રણકારમા દેશ નાં સ્વપ્નો જોતો અમેરીકાનો મજુર વર્ગ બનીને જીવતો મોટેલ નો પટેલ એકદમ સચોટ પ્રતિક છે અને તે કાવ્ય હાસ્ય રમુજ પ્રેરતુ હોવા છતા અમેરિકાનાં મોહમાં ગાંડા થતા દરેક દેશવાસીઓને લાલ બત્તી બતાવવા સક્ષમ છે.

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, ગમતાનો ગુલાલ, વિજય શાહ. Bookmark the permalink.

4 Responses to જેટલો મોટેલનો વિસ્તાર છે- અદમ ટંકારવી

 1. સુંદર હઝલ…. મજા આવી…

 2. pravinash1 says:

  મોટેલ અંહી પટેલથી સોહાય છે
  તેમા ખણખણિયાનો રણકાર છે

 3. atul rao says:

  adam avavu che pachu
  pan hajiy thodi var che
  patel ni motel ma patalani
  betha pan bekar che

 4. ખુબ જ મજા આવી ગઇ… 😀

Comments are closed.