ફીક્કો ફસ-૯ -કિરીટકુમાર ગો ભક્ત

fikku-fas.gif 

નોરતાની પહેલી રાત નો આનંદ મયુરી અને કાલીન્દી કરતા હીના ને વધુ હતો. કારણ તો તેને સમજાતુ નહોંતુ પણ તેને બધુજ સહજ અને સરળ લાગતુ હતુ.. સાંજે ચારનાં સુમારે પરીખ કુટુંબો સગાઇ માટે નજીક ભાડે રાખેલ હોલમાં ભેગા થવાનાં હતા. ભારે સાડીઓ અને મેકઅપ માં બંને દીકરીઓને તૈયાર થયેલી જોઇ મહેન્દ્રભાઇ અને રાધાબેનની આંખ ઠરી. 

અને રુપીયો નાળીયેરની વીધી પતી ગયા પછી સામાન્ય રીતે છોકરાઓ પાર્ટીનાં મુડમાં આવે અને હીનાએ પ્રસંગોપાત નટરાજ પ્રણામનું નૃત્ય કર્યુ.પ્રાર્થના પત્યા પછી અંતાક્ષરી શરુ થઇ. ચારુ શાંત હતો તેથી કામીની પાસે આવીને કહે કેમ રે હીરો! કોના પક્ષમાં?પક્ષતો પોળનો જ હોયને.. પણ આ બીજા બધા જરા થાકે પછી આવુને?
બે પક્ષ હતા કન્યા પક્ષ અને વર પક્ષ.. બેઉ તરફ સ્પર્ધા જબર જસ્ત હતી. એક સમય આવ્યો જ્યારે ઉપર કન્યા પક્ષ અટક્યો ત્યાર ચારુએ ગીત ઉપાડ્યુ
ઠુમક ઠુમક મત ચલો કીસીકા દિલ તડપેગા અને એક્દમ ઉત્સાહનું વાતાવરણ જામી ગયુ. ગીતો તો ગવાતા રહ્યા. સાંજનાં સાતનાં સુમારે સૌ જમવા બેઠા ત્યારે સવિતાબેન નો બડબડાટ ચાલુ થયો.
..આ આજકાલનાં જુવાનીયા વડીલોની કોઇ શરમ રાખતા જ નથી…આતો વિવાહ છે કે ધતીંગ? આટલી બધી ધમાલ તે કંઇ હોતી હશે? ચુપ ચાપ જમીને છુટા પડો…
ચારુ તે વખતે છેલ્લુ વિજયી ગીત ગાતો હતો જે પ્રસંગને પણ અનુરુપ હતુ
તારોમેં સજકે અપને સુરજ્સે દેખો ધરતી ચલી મિલને…
અને તાળીઓનાં ગડગડાટ સાથે માઇક ઉપર દાંડીયા રાસનું આમંત્રણ અપાયુ. અંતાક્ષરી જીતેલ કન્યા પક્ષ અને નોરતામાં ઝુમવાની નેમ સાથે આવેલ મિત્ર વૃંદ સક્રિય બન્યું.હોલમાં જમણ વાર ચાલુ હતો અને જુવાનીયાનાં ટોળામાં હીના અને ચારુ પણ મનથી ઘુમતા હતા અને ત્યાં ચારુ ચક્કર ખાઇને રંગ મંચ ઉપર ગબડ્યો. આશીત જયાભાભી જગત અને હીના તેને ઉઠાડવા ગયા તો પરસેવે રેબઝેબ ચારુ બોલ્યો “મને પેટમાં બહુ દુ:ખે છે.”
હરનીશે તરત જ તેને પંખા નીચે લઇ જઇને નસ તપાસી. ધબકારા માપ્યા અને પુછ્યુ
ક્યારેય આવુ થયુ છે ખરુ?
નકારો આપતા કહ્યું મને શું થયુ છે પેટમાં અસહ્ય દુ:ખે છે. હરનીશે કામીની ને કહ્યુ
મને ટાંકણી કે સેફ્ટી પીન આપતો.
હીનાએ તેના અંબોડામાંથી પીન કાઢીને આપી. ચારુનાં શર્ટને ઉંચુ કરી પેટનાં દુખતા ભાગ ઉપર સહેજ અડાડી ત્યાં ચારુથી ચીસ પડાઇ ગઇ.
હરનીશે કહ્યું હું તાબડતોબ હોસ્પીટલમાં આને લઇ જવાનુ સુચન કરુ છું તેને એપેંડીસાઇટીસનો દુખાવો છે અને કદાચ ઇમર્જંસીમાં તેનુ ઓપેરેશન પણ કરવુ પડે.
હીનાથી ચારુ નો દુખાવો જોવાતો નહોંતો અને તે પણ ધ્રુસકે અને ધ્રુસકે રડતી હતી.
રાધાબેનને નવાઇ તો લાગી પણ જ્યારે સવિતાબેને કહ્યુંકે તે બે જણા તો સાથેજ બહાર ફરતા હોય છે ત્યારે તેમને મૉટો ઝાટકો લાગ્યો..હીના તો હજી ઘણી નાની છે

વહી ગયેલી વાર્તા

http://vijayshah.wordpress.com/2007/03/31/fikko-fas-8/

http://vijayshah.wordpress.com/2007/03/27/fikko-fas-7/

http://vijayshah.wordpress.com/2007/03/25/fikku-fas-6/

http://vijayshah.wordpress.com/2007/03/24/fikko-fas-5/

http://vijayshah.wordpress.com/2007/03/12/fikko-fas-4/

http://vijayshah.wordpress.com/2007/03/10/fikko-fas-3/

http://vijayshah.wordpress.com/2007/03/09/fikkofas-2/

http://vijayshah.wordpress.com/2007/03/04/fikko-fas/

This entry was posted in કિરીટકુમાર ગો ભક્ત્, લઘુ નવલકથા. Bookmark the permalink.