અપમાન- પ્રદીપ બ્રહ્મભટ્ટ

                   પતિનો   પરલોક-વાસ દર્શાવતી સઘળી નિશાનીઓ તે નારીના દેહ પર હતી.  તેણે છીકણી રંગનો  સાડલો પહેરેલ હતો. હાથ કંગન વિનાના હતા.વાળ તેલ વિનાના હતા.કપાળ કોરૂ હતુ.આ સઘળુ હોવા છતાં તે પોતાના ઘરના બારણા તરફ કોઇ આવવાનુ છેઅને જેના આગમનની ખાસ જરુર છે તેની આતુરતાથી  રાહ જોઇ રહી હતી.

                   એને આજે પણ સંપુણૅ ખ્યાલ છે કે આજ્થી ચાલીસ વર્ષ પહેલા માબાપે જેને પોતાના જમાઈ તરીકે નીહાળી લીધા હતા તેમની સાથે ત્યારથી સંસારની દોર બંધાઈ.એ વાતને આજે વર્ષો વીતિ ગયા પણ છતાં  તેને ઘણી સ્પષ્ટતાથી યાદ છે. મા-બાપના એક નાના ઘરમાં સંસ્કારની જ્યોત મેળવી બહાર આવેલી આ નારી માતાપિતાના પૃથ્વી પર જન્મ આપ્યાનો ઉપકાર કદી ન ભુલાય તેવો પ્રાપ્ત થયેલો જે અવિસ્મરણીય છે.મા-બાપ ભલે ગરીબ હતા પણ  તેમની બાળકો પર અસીમ કૃપા હતી,છાયા હતી.બાળકોના આનંદને તેઓ પોતાનો આનંદ સમજતા.બાળકોના મનમાં કોઇ દુઃખ થાય તો તેની ચાર ઘણી અસર માબાપ પર પડતી હતી.આવા પ્રેમને મેળવવા માટે જગત ગાંડુ બને છે તે સ્નેહ  પણઆ બાળકીને મળ્યો હતો.ખુબ લાડકોડથી ઉછરેલી એ બાળાને  જીવનમાં દુઃખ ના દેખાય તે ભાવનાથી તેઓએ એકપ્રતિષ્ઠીત કુંટુંબન નબીરા સાથે બાળપણમાં જ લગ્ન નક્કી કય્રુ હતું.

                           પ્રેમની જ્યોત જાગતા પહેલા તે તેના જીવનસાથીને વરી ચુકી હતી.પ્રભુનો તેના માતાપિતા પર અનેરો સ્નેહ હતો કારણ તેમને પુત્રીના જન્મની કોઈ વ્યાધી જણાતી ન હતી.પ્રેમની જ્યોત જલતા પહેલા  તેની  ગાંઠ  પતિ  સાથે   બંધાઈ  ગઇ  હતી.  અત્યંત  આનંદમયી  જીવન   હંમેશ  માટે  બને  તેવા અત્યારના કુદરતના આર્શિવાદ  લાગતા હતા.કુદરતની બનાવેલી એ માટીની   પુતળીની રમત જગત જાણે રમી રહ્યુ હોય તેમ આ માટીનો માનવી કઠપુતલીની જેમ જીવી રહ્યો     છે.ક્યાંક ક્યાંક કુદરતની અવક્રુપા પણ બનતી.પણ અંતે તો માનવીને  માટીમાં  મળી  પોતાની    ફરજ   બજાવવી   પડે છે.   તેમ   ખરી જીંદગીની શરુઆતના વર્ષોમાં જ  પોતાના  જીવનસાથીથી  એકલી પડી ગઇ,   તેના પતિનો   સ્વર્ગવાસ  થયો.  આનંદથી જીવતા  તે જીવડાને પરમાત્માએ બોલવી લીધો. સ્ત્રી વિધવા બની.

          પોતાના જીવનમાં પોતાનું કહીં શકાય તેવું એક સંતાન હતું.તેને એક બાળકી હતી જે તેના પતિની નિશાની હતી અને તે જ તેની જીવનસંગીની પણ હતી.પુત્રીની ઊંમંર પણ હવે અત્યારના રીતીરિવાજ પ્રમાણે પરણવા લાયક થઈ હતી. ઊંમરના ઓવારે ઊભેલી તેની દીકરીને લગ્નના બંધનથી બાંધી સંસારના જીવનમાં બાંધવા માગતી હતી.પણ તે એકલી  સ્ત્રી જાત કેવી રીતે કામ કરી શકે. બે ચાર સંબંધી ભેગા થાય તો તેને તે કામમાં મદ્દદ્દ કરી શકે.દીકરી ના લગ્ન પતે એટલે તેને ઘણી શાંન્તિ મળશે જે નિર્વિવાદ વાત હતી.

          પોતાની દીકરીને ભણાવી ગણાવી તૈયાર તો કરી હવે તેના માથે એકજ  જવાબદારી હતી અને તે હતી તેને પરણાવવાની.ઘણા  વલખા  બાદ એક  યોગ્ય પાત્ર મળ્યું     પણ સામે એક જ શરત મુકવામાં આવી જેમાં તો  નામનો એક  ન ઊચકી શકાય  તેવો  શબ્દ  આવ્યો.  છતાં તેના  ભાઇના  કાને  વાત નાખતાં તેના  ભાઇએ   તે  દુર કરવાનું  વચન  આપ્યું.  સામે  પક્ષને  ભાઇના આવેલા  કાગળ  પ્રમાણે   એ જ દિવસે બપોરે આવવાનો પત્ર લખ્યો કે જે દીવસે ભાઇ પૈસા લઇને આવવાનો હતો.

                   આજે  એ દીવસ હતો જે દીવસે બાર  વાગતા સુધીમાં  ભાઇ  આવવાનો   છે.અત્યારે  બહેન ભાઇના આગમનની રાહ જોતી બારણે ખાટલો નાખી બેઠી છે કારણ કે બપોરના બારને પંદર થવા આવ્યા છે  સામા છોકરા પક્ષના લોકો હવે આવશે તે દહેશત થવા લાગી.હ્રદયના ધબકારા વધવા લાગ્યા.પરમાત્માનું રટણ થવા લાગ્યું. હવે કોણ વહેલું આવશે?..જો છોકરાવાળા આવશે તો અપમાનથવાનું તે નિર્વિવાદ વાત હતી. જો ભા ઇ આવે તો લાજ બચવાની છે તે પણ નક્કી છે.એ અપમાનઅને લાજના ઝોલામાં તે બારણા બહાર ડોકાય છે  તો ભા ઇ અને છોકરા પક્ષનe સગા સાથે આવta જુવે છે અને અંતે …હાશ…….અને આંખો ભીની થઇ ગઇ….      

 

This entry was posted in પ્રદીપ બ્રહ્મભટ્ટ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

One Response to અપમાન- પ્રદીપ બ્રહ્મભટ્ટ

  1. Your great fan says:

    This is very touching… you are a very good writer. Your writings have deapth and meanings…. Keep on wirting great stories!!

Comments are closed.