વિચાર વિસ્તાર

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન
હજી જીવનની ઠેસની તો કળ વળી નથી

જલન માતરીનો આ મારો અતિ પ્રિય શેર જ્યારે જ્યારે વાંચું છુ ત્યારે થાય છે કે સાહિત્યને આ શાયરો કેટલી ઉંચાઇ અપાવે છે. કેટલી મોટી વાત કેવી સહજ રીતે કહી જતા આ શાયરોને દિલી સલામ.મૃત્યુ ને ઠેસ વાગશે તો નક્કિ જ પણ તે કળ જિંદગીની કળ વળે પછી વાગે તો સારુ કારણ કે જિંદગીજ ઘણી લાંબી અને દુ:ખો થી ભરેલી છે. આ આખી જિંદગી દરમ્યાન કંઇ કેટલાય ગમો અને આઘાતો આવી ગયા અને હજી કેટલા આવશે તે ખબર નથી. વૃધ્ધાવસ્થામાં વળેલી કમર ઉપર એવા ઘણા આઘાતોનો ભાર છે. દિકરી ઉદાસ દિકરો નિરાશ અને પત્ની સાથે તે બોઝ અને ભાર ને વહેતો આ માનવ હજી કાલે સારો દિ આવશેની આશમાં જીવી તો જાય ત્યાં મૃત્યુ પુર્ણવિરામ બનીને એવી લાત મારે છે કે આ બધા સ્વપ્નો અને અપેક્ષાનાં મહેલો ક્ષણ માત્રમાં ચકનાચુર કરી નાખશે તો શું થશે?

This entry was posted in કાવ્ય રસાસ્વાદ. Bookmark the permalink.

0 Responses to વિચાર વિસ્તાર

 1. pravinash1 says:

  જીદગી પ્ર્ત્યે આટલ બધા કઠિન ન બનો.
  દરેક સિક્કાની બે બાજુ છે. પાણીનો
  પ્યાલો અડધો ભરેલો કે ખાલી છે.
  કુદરત મૃત્યાના ઠેસને અનુભવવા દેતી
  નથી. કેટલી દયાળુ છે.

 2. gopal h parekh says:

  excellent, salaam to jalan matri & u

 3. naraj says:

  jalan sahebno andaj la javab chhe ……………………

  kyarek to kahi nakhe chhe

  have o dosto bhega mali vahechine pi nakho
  jagatna zer pivane have koi shankar nahi aave”
  karine maf snehio uthavo ek babat par
  “jalan”ni lash uchakva ahin iswar nahi aave”