વિચાર વિસ્તાર

ચૌટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી
જાણી તેનુ દુ:ખ ઘણો દિલગીર દિલ છું
કહે દલપતરામ રાજ અધિરાજ સુણો
રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું

કવિ દલપતરામનો અંગ્રેજી શાસન દરમ્યાન નો આ પૂણ્ય પ્રકોપ વ્યાજબી હતો. આજે તો આપણું રાજ્ય છે અને તેમાં તરલતા અને આધુનીકતાનાં નામે વૈશ્વીક વિકાસનાં નામે ગુજરાતી વાણીનાં ચીર હરણ જોઇને મન ગ્લાનીથી ભરાઇ જાય છે. વધુ દુ:ખ તો એ વાતનુ છે કે જનસમાજમાં એ સામાન્ય થઇ ગયુ છે કે કેટલાક અંગ્રેજી શબ્દનો વિકલ્પ નથી અને જો તે શબ્દો વાપરીયે તો સાંભળનારાને તમે પછાત છો તેવુ લાગે છે.

જરા શાંત મનથી વિચારશો તો સમજાશે કે પરદેશી ભાષાઓનાં આક્રમણ સામે ગુજરાતી ટકી નથી શકી તેનુ કારણ પરદેશી ભાષાઓની શક્તિ ઉપરાંત આપણી ભાષા માટેની આપણી લાગણીઓ નબળી તે મોટુ કારણ છે. અહિ મારો કોઇ એવો પ્રયત્ન નથી કે ભદ્રંભદ્રીય ભાષા બોલાવી જોઇએ પરંતુ બીન જરુરી ગુજરેજી આપણા બાળકોને શીખવાડી આપ્ણે જ આપણી માતૃભાષાને નબળી નથી પાડતા?

This entry was posted in વિચાર વિસ્તાર્. Bookmark the permalink.