વિચાર વિસ્તાર

ઉછળતા દરિયાની જેમ
કરીશ નહીં પ્રેમ
કે ઓટ પછી જીરવાશે કેમ?

પ્રેમ નો ઉન્માદ અને મિલનની ક્ષણોમાં ચાલતી ગુફ્તેગુમાં વાસંતી ટહુકાઓ અને ખળખળ વહેતા ઝરણાઓ નાંસંગીત જેવો ઉભરાતો અને મદમસ્ત ઉછળતા દરિયા જેવા પ્રેમ થી ડરતા પ્રેમીની આ વેદના છે કે કોઇક ભગ્ન હ્રદયી પ્રેમીનો ચીત્કાર… જે હોય તે પણ એક વાત સ્પષ્ટ છે પ્રેમમાં ડરને કોઇ સ્થાન હોતુ નથી અને જે ડરે છે તે પ્રેમ નથી કરી શકતા. પ્રેમ માં પડ્યા પછી કાલે ઓટ આવશે તો શું એવુ વિચારનારા વેપારી કદી પ્રેમ કરતા નથી. પ્રેમ એ સોદો નથી.

પ્રેમ એટલે

જ્યાં મારુ તારુ, તારુ મારુ કંઇ જ ના રહે
જ્યાં લાવ લાવ નહિ લે લે ની વાત રહે
બાકી સૌ મગજની બીમારી
વધુ તો શું કહુ સખી?

This entry was posted in વિચાર વિસ્તાર્. Bookmark the permalink.