તુ બદલાઇશ?

mitha-jalnu.jpg 

તુ મીઠા જળનું માછલુ
અને હું ખારો સમુદ્ર
ક્યાંથી જીવાશે આ વેદના સભર જીવન?
તારો તરફડાટ ન હું જોઇ શકું
તુ મારામાં ન રહી શકુ
આપણું છુટા પડવુ સંભવ નથી
સાથે રહેવુ શક્ય નથી

આ વેદના સભર જીવન ક્યાંથી જીવાશે?
હું સુર્ય પ્રકાશમાં ઉકળી ઉકળી મીઠો થઉં
પણ ત્યાં સુધી તુ રાહ જોઇ શકીશ?
કાં તુ રડી રડીને આંસુ થી મને ભર
પણ તને રડતી જોઇ હું શાંત રહી શકીશ?

બે માંથી એકનુ બદલાવુ જરૂરી છે
હું તો થાકી ગયો- તુ બદલાઇશ?

This entry was posted in તમે એટલે મારું વિશ્વ. Bookmark the permalink.