માતૃભાષાનું દેવુ (1)-વિજય શાહ

રાષ્ટ્રપિતા ગાંધીજીએ જોડણી કોશની પહેલી આવૃતિ બહાર પડી ત્યારે ઇ.સ. 1929માં લખ્યુ હતુ કે નાક વિનાનું મનુષ્ય જેમ શોભે નહિ,તેમ જોડણી વિનાની ભાષાનું સમજવું. આગળ જતા તેઓ લખે છે જે ગુજરાતીને ભાષાનો પ્રેમ છે, જે શુધ્ધ ભાષા લખવા ઇચ્છે છે, અથવા જે રાષ્ટ્રીય હિલચાલમાં ગૃંથાયેલ અસંખ્ય ગુજરાતીઓ લખવા માગે તે જોડણીનો સ્વીકાર કરવા ઇચ્છતા હોય તે બધાએ જોડણીકોશ મેળવી લેવો ઘટે.

પોતે સારા લેખક હોવા છતા તેમનુ એક વાક્ય જે વિનયપુર્વક અને નમ્રતાથી લખ્યુ હતુ કે જોડણી ખરી કે ખોટી તે વિવાદમાં જવાને બદલે ઠીક ઠીક ગુજરાતી જાણનારા વ્યાકરણ શુધ્ધ ગુજરાતી લખવાનો પ્રયત્ન કરનારની કલમે થી જે જોડણી ઉતરી તે ખરી કહીને તે સમયનાં ગુજરાતી જોડણીનાં વિચાર વંટોળને શમાવવાનો અલ્પકાલીન પ્રયત્ન કર્યો.

તેમના પત્રની મને ગમતી વાત જે તે સમયે પણ સાચી હતી અને આજે પણ છે તે અત્રે મુકતા આનંદ અનુભવુ છું

અંગ્રેજી ભાષાનાં શબ્દોની જોડણી ખોટી કરતા આપણને શરમ લાગે છે તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતા આપણને વધારે શરમ લાગવી જોઇએ.  હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. મારા જેવા અધૂરું ગુજરાતી જાણનારને આ કોશની મદદ લઇને જ કાગળપત્રો લખવાની હું ભલામણ કરું છું. 

ખૈર..આતો 1929ની વાત હતી ત્યાર પછી કંઇ કેટલાય વિચાર ભેદો અને વિવાદો આવ્યા અને ગયા.

કવિ લોંગ્ફેલો કહે છે તેમ ગમે તેટલી ઉત્કંઠાથી કામ કરો છતા કંઇક બાકી રહે છે તેમ જોડણીતો હજી અધુરો વિષય છે ત્યાં ભાષામાં ઘર કરી ગયેલી અંગ્રેજીની મમત હવે તો હદ કરી રહી છે. હું સમજુ છુ કે વિદેશી કાર્યપધ્ધતિ સમજવી અને અપનાવવી તે બે અલગ બાબતો છે. ટી.વી. કોમ્પ્યુટર અને ફિલ્મોનાં માધ્યમોની ઘણી મોટી અસરો અખબાર જગત દ્વારા ભણતર ઉપર આવે તે ચિંતાનો અને ખેદનો વિષય છે. આપણા પાડોશી રાષ્ટ્રોને જોઇએ તો ચીન રશિયા અને જાપાનમાં ઔદ્યોગીક ક્રાંતિ નથી આવી? તેમની માતૃભાષાઓમાં આપણા જેટલો બગાડ નથી.

આયુર્વેદમાં અને વૈદક નિદાન પધ્ધતિમાં કહે છે તેમ રોગને ઓળખો અને તેના મુળમાં જઇ તેનો ઇલાજ કરો વાળી વાતને ધ્યાનમાં લ્ઇ થોડાક સુચનો કરુ ?

 • માતૃભાષામાં બાળક સામે બોલવાનો આગ્રહ રાખો..ભલે તેને બે ભાષાઓનો બોજ બાળપણમાં પડે.
 • અંગ્રેજી સાથે સાથે ગુજરાતી વાંચન અને લેખન માટે પ્રોત્સાહન આપો
 • બે ગુજરાતી ભેગા થાય ત્યારે ગુજરાતીમાં બોલવાનો આગ્રહ રાખો ( વિશ્વમાં આપણી કોમ એકલીજ એવી છે જે પોતાની દ્રષ્ટિમાં પૈસાને પામવા પારકું તેટલું સારુંની ભ્રમણા સેવે છે.)
 • માતૃભાષા સંસ્કાર છે. સાચી માતૃભાષા બોલવી અને લખવી તે ગૌરવ નો વિષય છે.
 • વિશ્વને તમે સુધારવા ઇચ્છતા હશો તો શરુઆત પોતાની જાત થી કરવી પડશે કહે છે ને બહારની ગંદકી ઘરમાં ન લાવવી હોય તો પગે જોડા પહેરો કે પોતાનું આંગણું ચોખ્ખુ રાખો (ક્રમશ:)
This entry was posted in ચિંતન લેખ, વિજય શાહ. Bookmark the permalink.

6 Responses to માતૃભાષાનું દેવુ (1)-વિજય શાહ

 1. vijayshah says:

  શ્રી જય ભટ્ટે ગુર્જરીમાં પ્રસિધ્ધ થયેલ્ સુમન શાહનો લેખ ‘ માતૃભાષાની સ્થિતિ સારી નથી’ મોકલ્યો હતો અને તેનાં વાંચન બાદ આ શ્રેણી લખવાની શરુઆત કરું છું.આ લેખ પણ અત્રે મુકીશુ હાલ તો જય ભટ્ટ સુમન શાહ અને કિશોર દેસાઇ નો આભાર!
  ગુજરાતી સાહિત્ય સરિતાનો ગુજરાતી ભાષાનાં પ્રચાર અને પ્રસાર નાં ધ્યેયને મુર્તીમંત કરવાનાં ભાગ સ્વરુપે આ લેખમાળા શરુ કરી છે તે બદલ તેઓનો પણ આભાર.

 2. સુરેશ જાની says:

  તમે કહી તે વાત તદ્દન સાચી છે. મેં જોયું છે કે, અહીં અમેરીકામાં ગુજરાતીઓનું સમ્મેલન ભરાયું હોય, અરે! કવી સમ્મેલન હોય, ત્યાં પણ અંગ્રેજીની જ બોલબાલા છે. આ ઓછું હોય તેમ, દેશમાં પણ અંગ્રેજીમાં બોલવામાં લોકોને પોતાની ઉચ્ચતા લાગે છે.

  આપણે સૌ નેટ ઉપરની આ પ્રવૃત્તીને એવા સ્તર પર લઇ જઇએ જેના થકી બહુજન-સમાજ સુધી સાહીત્ય અને ભાશાનો આ પ્રેમ વીસ્તરે.
  હવે દીવસો દુર નથી જ્યારે, ગુજરાતના ગામડાઓની ગલીઓમાં સેલ ફોન પર અદના માણસો સર્ફીંગ કરતા હશે. બ્લોગ અને નેટ જ એવાં માદ્યમ છે; જેમાં આ અદના માણસને પોતાના પ્રતીભાવો વ્યક્ત કરવાની તક વીનામુલ્યે મળે છે.
  વીશ્વસ્તરે લોકમાનસ કળવાનું, તેના સુધી શીશ્ટ સાહીત્ય પહોંચાડવાનું આનાથી વધારે સારું માદ્યમ શું હોઇ શકે ?
  ચાલો ! આપણે સૌ સાથે મળીને વીજયભાઇએ વ્યક્ત કરેલી ભાવનાનોને મુર્તીમંત કરીએ. આપણા વીચારભેદોને આપણા સ્નેહની અને આપણા આ મીશનની વચ્ચે આડખીલી ન થવા દઇએ.
  —————————————
  મારી નવી સરળ જોડણી ખમી ખાવા વીનંતી છે.

 3. pinaldave says:

  નમસ્તે વિજયભાઇ,

  આપે આ શ્રેણિ સરુ કરી ખુબ ખુબ અભિનંદન. ગુજરાતી ભાષા અને તેના દ્વારા પ્રેરાતા સંસ્કાર આપણી મુડી છે.

  આભાર.

  પિનલ દવે

 4. Jugalkishor says:

  ભાષા અને તેમાંય માતૃભાષા માટે જે કંઈ યથાશક્તી-યથામતી કરી શકાય, કરીએ, તે ઓછું છે.

  તમે માતૃભાષા-પ્રેમના માર્યા જે શરુ કર્યું છે તેને મારી શુભેચ્છા. આપણે સૌ ભલે જુદે જુદે રસ્તે પણ ક્યાંકને ક્યાંક (એક લક્ષ્યને લીધે) સાથે જ છીએ. આ સાથ, આ સથવારો જ માતૃભાષા સામે આવી રહેલા વાવાઝોડામાં આપણને મદદ અને બળ પુરાં પાડશે.

 5. J Kapadia says:

  vah kaam to saras upadyu chhe
  pan kumbhakarnanee unghamaa^ suti chhe gujaraatee praja
  jara jora thee dhol vagaadajo
  shubhechchaasah

 6. dost says:

  saaru kaam upadyu chhe vijaybhai
  Lage raho ham aapake saatha hai

Comments are closed.