માતૃભાષાનું દેવુ (2) -વિજય શાહ

ગાંધીજી એમ સ્પષ્ટપણે માનતા હતા કે ગુજરાતી શબ્દોની જોડણી અંગે જે અરાજકતા પ્રવર્તે છે તેવી અરાજકતા મરાઠી,બંગાળી,તામીલ કે ઉર્દૂમાં નથી. યુરોપની પણ કોઇ ભાષામાં નથી. જે ભાષાની જોડણી બંધાઈ ન હોય તે ભાષાના બોલનારા જંગલી ( પછાત) ન કહેવાય તો શું કહેવાય? મનુષ્ય જેમ આગળ વધે તેમ તેની ભાષા વધે જ છે. નબળી ભાષા બોલનાર પછાત કે અભણ કહેવાય તે તો સાવ સીધુ પરિમાણ છે.
ગુજરાતી લેખકોને પોતાની ભાષાની શુધ્ધિ વિશે એટલો ગર્વ રહેવો જોઈએ જેટલો અંગ્રેજોને પોતાની ભાષા વિષે હોય છે અને તેથી જે સાચો શબ્દ ન લખી શકે તેને તે માન ની નજરે નથી જોતો. અંગ્રેજોને જવા દઈએ અત્યારે અંગ્રેજી શાળાઓમાં અંગ્રેજી શબ્દોની જોડણી ઉપર જેટલો ભાર દેવાય છે તેટલો ગુજરાતી ભાષા માટે લેવાય છે ખરો?
ભૂતકાળ ને ફક્ત ભુલો સમજવા જ જોવો જોઇએ એવુ ક્યાંક વાંચ્યું હતુ તેથી વધુ પાછલી વાતો કરવાને બદલે આજે અને આવતી કાલે શું કરી શકીયે કે જેથી માતૃભાષાનુ દેવુ ઘટે.(1). અમેરિકામાં ભારતીય બાળકો સ્પેલ બી ની સ્પર્ધાઓમાં ઘણા જ આગળ હોય છે. તેને માટે મા બાપ બાળકોને ઓક્ષ્ફર્ડ જોડણી કોશ કંઠસ્થ કરાવતા હોય છે. આમ કરવાનુ મુખ્ય કારણ બાળક્નુ શબ્દ ભંડોળ સારુ તો ભાષા સારી. આપણી શાળાઓ કે આપણા ગુજરાતી સમાજો આવુ આયોજન કરી શબ્દ ભંડોળ સમૃધ્ધ કરી શકે.(2) નિબંધ સ્પર્ધા, વાચન સ્પર્ધા, કાવ્ય રસ દર્શન જેવી પ્રવૃત્તિની સાથે સાથે નાની ભેટ દાતા આપે કે જેથી ઇનામ વિજેતાને ઇનામ જાહેર કરવા જોઇએ કે જેથી પુસ્તકાલયોનાં પુસ્તકો અભરાઈ કે કબાટમાં બંધ ન રહે અને વાચક્ને વાંચન મળી રહે(3) ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઉપક્રમે લોક મેળાનું આયોજન કરેલું ત્યારે અમેરિકામાં સર્જન કરતા દરેક લેખકોને તેમનાં પુસ્તકો મોકલવા વિનંતી થયેલી અને 30 જેટલા કવિ અને લેખકોનાંઅંદાજે 150 જેટલાં પુસ્તકો પ્રદર્શનમાં મુકાયાં હતાં.(4) પ્રસંગોપાત્ સારાં પુસ્તકો ભેટમાં આપી શકાય. ફૂલો તો બીજે દિવસે મુરઝાઇ જશે જ્યારે પુસ્તક તે ઘરનાં બધા વાંચશે.(5) નાની કુટુંબ પાર્ટીમાં ગુજરાતી ગીતો અને લોક સંગીતનો ફાળો, ભજન અને દુહાઓની રમઝટ બોલાવવી.(6) શુધ્ધ અને સ્પષ્ટ ગુજરાતી ભાષાનાં બોલનાર નાના મોટા સૌને પુરસ્કાર આપી પ્રસન્ન કરવા. કારણ સારું ગુજરાતી બોલવું તે પણ સંસ્કાર છે.વાપીનાં શ્રી ગોપલભાઇ પારેખે તેમનો માતૃભાષા પરત્વેનો પ્રેમ બહુ સુંદર રીતે રજૂ કર્યો. તેમના ઘરની નજીક જેટલી શાળામાં તેમનાથી પહોંચી શકાય તેટલી શાળામાં જઈ સારી સારી વાંચવા લાયક પુસ્તકોની થપ્પી પુસ્તકાલયને દાન તો આપે, પણ તેટલેથી નહિ અટકતાં તે પુસ્તકો વંચાય તે હેતુ થી તે પુસ્તકોમાં વાચન સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા ગોઠવે અને તે બહાને સમજ પૂર્વક ગરવી ગુજરાતીનાં અમિનું પાન ભુલકાંઓ અને તેમના વડીલોને કરવા પ્રેરે છે.(7) સાવરકુંડલાનાં ડો. પ્રફુલ્લ શાહ જેઓ વ્યવસાયે  તબિબ હોવા છતા માતૃભાષાનું દેવુ તે વિસ્તારની 340 કરતા વધુ પ્રાથમિક શાળાઓમાં અંદાજે 7000 જેટલા રૂપિયાનાં પુસ્તકોનું દાન કરી ભુલકાંઓને વાચન પ્રીતિ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.(8) સમગ્ર વિશ્વમાં વેબ જગતને દિન પ્રતિદિન જે સફળતા મળી રહી છે તેનું કારણ દરેકે દરેક વેબ સંચાલકો તેમને જે ગમે છે તે સાહિત્ય તેમનાં વાચક મિત્રોમાં વહેંચવા માંગે છે. તેમાં જતો સમય અને પુરુષાર્થની પાછળ માતૃભાષાનાં પ્રચાર અને પ્રસારનો હેતુ છે જ.(9) પ્રો. સુમન અજમેરી અને રસિક મેઘાણીએ 15000 કરતા વધુ શેર અને ગઝલોનો સંગ્રહ કક્કાવારી પ્રમાણે કર્યો. આવનારા સમયમાં તે પુસ્તક ગઝલોની અંતાક્ષરી જેવા પ્રોગ્રામોને માટે આશીર્વાદ સમાન થઈ જાયે તો નવાઈ  નહિ. (ક્રમશ:)

This entry was posted in ચિંતન લેખ, વિજય શાહ. Bookmark the permalink.

4 Responses to માતૃભાષાનું દેવુ (2) -વિજય શાહ

 1. dost says:

  preranaa dayk vaata chhe tamaaree…

 2. pravinash1 says:

  ‘માતૃભાષાનું દેવું’ ખૂબ સુંદર લેખ.

 3. Sodiekkk says:

  interesting
  thank you…

 4. CHINMAY VYAS says:

  this letter is very imperassive but i wants to give one suggestion that each & every family which is gujrati. at home they only talk gujrati with their children.

Comments are closed.