ગુજરાતી ભાષાનું દેવુ (4)

માતૃભાષાનું દેવુ (4) વિજય શાહ

શુભ ચિંતક મિત્ર અને માતૃભાષાનાં રખેવાળ જેવા વાચક મિત્ર શ્રી મહેન્દ્ર પંચાલે ચીંધેલ દરેક ક્ષતિઓ ને સુધારી માતૃભાષાનું દેવુ (2) ફરી મુક્યો છે. તેમનો આભાર કે તેમણે તે ક્ષતિઓ તરફ ધ્યાન દોર્યુ.

તેમનો એક વધુ પ્રશ્ન હતો અને તે એક હ્ર્સ્વ ઉ અને દીર્ઘ ઇ નાં ઉપયોગ વિષે મારા વિચારો શું છે તે વિષયે આ શ્રેણીમાં ઉલ્લેખ કરવો.

મને આ એક પ્રકારની મમત લાગે છે. હું આ વિષય ઉપર જે વિધ્વાનો નાં મત છે તેની સાથે ન હોવાની મારી વાતને બહુ મહત્વ નથી આપતો કારણ કે દરેક્ને પોતાનો મત હોઇ શકે અને તે સાચો છે તેવો ભ્રમ તેઓને સેવવો હોય તો તેઓ તે ભલે સેવે. તે મમત સગવડીયા છે તેવુ તો હું જરુર માનીશ. બાળકોને સગવડ મળે તે હેતુ થી જોડણીમાં ધરખમ ફેર પાડવા તે મિત્રો “પિતા” અને “પીતા” કે “દિન” અને “દીન” કે “પતિ” અને “પતી” વચ્ચે જે ભાષાકીય ભીન્નતા છે તેને ભુલી જઇ ભુલકાની યાદ શક્તિ ઉપર જોર ન પડે… અને તેમ કરતા વડીલો તરીકે અમારે પણ ફરી ગુજરાતી ન શીખવુ પડે તેવી સગવડીયા વૃત્તિથી તેનો પ્રચાર કરે છે અને હવે એવો પણ પ્રયત્ન છે કે અનુસ્વારની પણ શું જરુર છે…

ગુજરાતી તરીકે જ્યારે જ્યારે મેં ઉંઝા જોડણી વાંચી છે મને તે આંખે ડંખી છે પણ તેના કરતા પણ વધુ દુ:ખ હવે તો જરુર ન હોય ત્યાં પણ વપરાતા વધુ અંગ્રેજી શબ્દોની સામે થાય છે.
શ્રી ઉત્તમ ગજ્જર, જુગલકિશોરભાઇ,કે સુરેશ જાની જ્યારે મૈત્રી ભાવ થી પણ તેમનું લખાણ વાંચવાનો આગ્રહ કરે છે ત્યારે મનથી માતૃભાષાનાં આ ભટકાઇ ગયેલા ચાહકો માટે કરુણા ભાવ થતો હોય છે.  અને એવુ દુ:ખ થતુ હોય છે કે ભીષ્મ પિતામહને જોઇને પાંડવો ને થતુ ના હોય.. 

હું એવુ માનુ છું કે ભાષાનાં સિધ્ધાંતો મજબુત રીતે બાંધી રાખવાનું કાર્ય જે લોકોની માતૃભાષા છે તેમનું છે. સારો સંતાન માતાનાં પૂતળાનું પણ અપમાન થવા દેતો હોતો નથી ત્યારે આપણે આપણી ભાષાનાં હયાત સૌંદર્યને સુધારાવાદી વલણોનાં નામે કે વણ જોઇતુ વજન છે તે કાઢી નાખોનાં નામે જે સુધારાનો ઝંડો લીધો છે તે સર્વથા ભાષા માટે અયોગ્ય છે. આ મારું અંગત મંતવ્ય છે. હું આશા રાખીશ કે આ મારી ચર્ચાનો મુદ્દો નથી ફક્ત મહેન્દ્રભાઇ પંચાલનાં પ્રશ્ન નો જવાબ છે.

મારા મતે અંગ્રેજીભાષા જે ગૌરવ અને માનથી બોલાય છે તે ગૌરવ માતૃભાષાને પણ મળવુ જોઇએ અહિ એક વાત સ્પષ્ટ છે અને તે મારો વિરોધ અંગ્રેજી સામે નથી પણ માતૃભાષાનાં ભોગે જે મહ્ત્વ અપાય છે તેની સામે છે. શ્રી સુમન શાહનાં લેખમાં જેમ સમજાવ્યુ તેમ સબંધોનું સમીકરણ આપણી ભાષામાં જેટલુ સ્પષ્ટ છે તેવુ અંગ્રેજીમાં નથી. આવુ ઘણુ બધુ આપણે શોધી ભાષાનું બહુમાન કરી શકીયે છે.

હું સ્પષ્ટ રીતે માનું છું કે   આપણી જોડણીઓમાં ઘણા બધા અપવાદો છે તો શું અંગ્રેજીમાં નથી? ક્ટ બ્ટ અને પુટના સ્વરોચ્ચાર અને લખાણ ભેદ છે જ પણ તેનો આપણને કોઇ વાંધો નથી અને આપણા ગ્રામ્ય વિસ્તારનાં ઉચ્ચારણોમાં દીર્ઘ અને હ્રસ્વનો ભેદ નથી પકડાતો તો સગવડનાં નામે નવો કોશ તૈયાર કરવા પાછળ આટલો સમય બરબાદ કરવાને બદલે હાલ શરુ થયેલ માતૃભાષા સુધારાના અભિયાનને વધુ વેગવંત ન બનાવી શકાય?

જુગલકિશોરભાઇ સાથે જ્યારે રુબરુ વાત કરતો હતો ત્યારે બહુ સાચા મનથી તેઓ બોલ્યા હવે પછી હું મારા લખાણોમાં અંગ્રેજી જરુરી નહિ બનાવુ. મારા વડીલ અને ગુજરાતીનાં પ્રાધ્યાપક પાસેથી આ વાત જ્યારે મળે ત્યારે સલામ ખુદ બ ખુદ થઇ જ જાય? હું જાન્યુઆરી કે જે અંગ્રેજી શબ્દ છે તેનુ ગુજરાતી નથી ઇચ્છતો. હું ઇચ્છુ છું કે સામાન્ય વાક્ય રચના જે ઘરમાં બોલાય ત્યાં અંગ્રેજીને છોડો..

 ટી તૈયાર છે તુ શાવરમાંથી સીધો બહાર આવ..

જેવી વાક્ય રચનાથી શરુ કરો..

 ચા તૈયાર છે નહાઇને સીધો બહાર આવ

મને નવાઇ એ વાતની લાગે છે કે અંગ્રેજો તો જતા રહ્યા પણ તેમના સમયની માનસીક ગુલામી હજી નથી ગઇ.

તે કાઢવા પહેલા આપણે મીડીયાને સગવડનાં નામે પીરસતા અંગ્રેજીનો બહિષ્કાર કરવો પડશે અને તેમ કરીશું તો નવી પેઢીમાં મારો દિકરો કેવુ ફાંકડુ અંગ્રેજી બોલે છે તેમ ગર્વ લેતા લેતા સાથે સાથે શુધ્ધ ગુજરાતી પણ બોલાવવુ જોઇશે…

મરીઝ ની આ ગઝલ સાથે આ શ્રેણી પુરી કરું છું

જો પહોંચવુ હો તો મંઝીલનો પ્રેમ પણ રાખો

ફક્ત ગતિનાં સહારે સફર બનતી નથી

This entry was posted in ચિંતન લેખ, વિજય શાહ. Bookmark the permalink.

9 Responses to ગુજરાતી ભાષાનું દેવુ (4)

 1. મહેન્દ્ર પંચાલ says:

  આપનો ખુબ આભાર .
  હું આપની સાથે સમ્પુર્ણ રીતે સહમત છું કે ‘ચા’ માટે ‘ટી’ વાપરવું તે માનસીક વીકૃતી અને લઘુતા ગ્રંથી જ છે.
  પણ હવે બાપુજી કે મા કોઇ બોલવાનું નથી. પપ્પા – મમ્મી બોલે તો ય ઘણું ! હવે તો ડેડ આવી ગયા ! આ પ્રવાહને તો જાગૃત વાલીઓ જ ખાળી શકે. આ માટે સંતાનોને દોષ દેવો ય યોગ્ય નથી.
  ભાષા માટે સામાજીક જાગૃતી આવે તે બહુ જ જરુરી છે.

  ઉંઝા જોડણી વાપરનારને ભીષ્મ કહેવા તે મને યોગ્ય ન લાગ્યું. આપ આ સુધારો વાપરીને, જોડણીદોષથી મુક્ત થઇ, સ્વાનુભવે અણગમો દુર કરો તેવી અંતરથી અને પ્રેમપુર્વક વીનંતી. ટેવ પડશે પછી અડવું નહીં લાગે. પણ બધાના લખાણોમાં ઘણી સમાનતા આવશે.

  આદરણીય શ્રી. સુરેશભાઇ જાનીની હાસ્ય-દરબાર પર ‘શબ્દ રમત -3 ‘માં મારો અનેકાર્થી શબ્દોનો સંગ્રહ વાંચશો. શબ્દનો અર્થ તો સંદર્ભથી સમજાઇ જ જાય. આથી ઉંઝા જોડણી વાપરવાથી કોઇ અર્થનો અનર્થ થવાનો નથી. આવા ચાર પાંચ શબ્દો વધશે એટલું જ.

 2. vijayshah says:

  મહેન્દ્રભાઇ

  આપનો આભાર!

  મારો અભિપ્રાય મેં સ્પષ્ટ આપ્યો છે અને મને આશા છે આપણે સૌ માતૃભાષા માટે ગર્વ અનુભવીયે તેટલુ પણ કરી શકીયે તો 35 માર્કે પાસ જેવુ ગણાય.
  મારા હિસાબે તે મહાનુભાવોને મેં સન્માન્યા છે પરંતુ હાલ તેમની જરુરત બીજા મહારોગને દુર કરવામાટે ઘણી છે તેથી તેમને ભીષ્મ ન બનવા વિનંતી કરી છે. તેઓ ધારે તો આ અંગ્રેજી પ્રદુષણ દુર કરી ગુર્જરી ગંગાને સ્વચ્છ કરી શકે તેમ છે તેવો આશાવાદ પણ સેવ્યો છે.

  જો ભીષ્મ સત્યનાં પક્ષે હોત તો મહાભારત કદાચ ન સર્જાયુ હોત્
  ( આ અંગત મંતવ્યો છે)

 3. Pankaj PPatel says:

  vijaybhai

  tamari vaat sava sachee chhe
  gujaratinu star neeche aavyu chhe te sau kahe chhe paNa te star unchu laavavaa mathavu to aapaNe ja padashe

  gurjaree ga^gaamaa^ jodanee karataa te moto prashna chhe

 4. અંકિત says:

  વિજયભાઇ આખરે કોઇતો મળ્યું નેટ પર જેણે પોતાના તટસ્થ મંતવ્યો રજુ કર્યાં. બાકી આજકાલ નેટ પર ઉંઝાનો પ્રચાર-પ્રસાર જોર શોર થી થાય છે. કહેવાતા વિદ્વાનો મોટા મોટા લેખો છાપી છાપીને તર્કથી સાબીત કરે છે કે ભાષાને લાગણીથી નહીં ભાષાવિજ્ઞાનથી મૂલવો- પણ ભાષાવિજ્ઞાન એટલે શું એ કોઇને ખબર નથી, એની કઈં ચર્ચા નથી, એ સરળતાથી પ્રગટ થતું નથી. તર્કથી લોકો માતૃભાષાને માતૃભૂમિથી પરોક્ષ રીતે ઉતરતી સાબિત કરી શકે છે. તર્કેથી અને સુસંયોજિત દલીલોથી નેટ પર વિચરતાં સાહિત્યિક રીતે ભોળા અને ભોટ લોકોને(ઘણા ભાગે યુવાન આઈટી વર્ગ) ઉંઝા નામની લાપશીનો કોળિયો તરત જ ગળે ઉતારી શકાય છે એ વાત ઉંઝા-પ્રચારમાં રત લોકોને બરાબર ખબર છે- બધું સહેલું કોને ન ગમે ભલાં! આજે ઝડપે જતી પેઠીને ટૂંકો રસ્તો તો ગમે જ ને! કંઇક મેળવવું હોય તો મહેનત કરવી પડે- તબીબ, ઈજનેર, કે પ્રોગ્રામર પણ એમનમ નથી બનાતું. દરેક ભાષા અને કલાનાં પોતાનાં નિયમો છે. પોતાનો કક્કો ખરો કરવા માટે આ નિયમોને તોડવાનો બૂગિયો ફૂંકવો અને નવો માર્ગ, ક્રાંતિકારી બદલાવ એવા નામનાં ઝંડા લહેરાવવા એને શું કહેવું? દરેકે પોતાનો કોળિયો પોતે ચાવવો પડે- મોટા ભાગના લોકોને ખબર નથી કે આ આખા સરલીકરણ કારસ્તાન પાછળ કયા કયા રાજકીય પરિબળો છે અને એમનાં અંતિમ હેતુઓ શું છે.

 5. vijayshah says:

  અંકિત

  તમારી વાત “પોતાનો કક્કો ખરો કરવા માટે આ નિયમોને તોડવાનો બૂગિયો ફૂંકવો અને નવો માર્ગ, ક્રાંતિકારી બદલાવ એવા નામનાં ઝંડા લહેરાવવા એને શું કહેવું? દરેકે પોતાનો કોળિયો પોતે ચાવવો પડે-
  અને
  મોટા ભાગના લોકોને ખબર નથી કે આ આખા સરલીકરણ કારસ્તાન પાછળ કયા કયા રાજકીય પરિબળો છે અને એમનાં અંતિમ હેતુઓ શું છે”

  ના અનુસંધાનમાં એટલુ જ કહીશ કે મારો હેતુ તેનાથીય વધુ ઘાતક અંગ્રેજી શબ્દોની ભેળ સેળ ઉપર છે. હું આપના તે વિષય ઉપરનાં મંતવ્યોની રાહ જોઇશ.

 6. Ramesh Shah says:

  મહેન્દ્રભાઇ
  આપની વાત સાથે સહેમત છું પપ્પા-મમ્મી માંથી ડેડ-મોમ તો થયા પણ મારા ઘરનો શિર્ષતો કંઈક જુદો છે.મારા દિકરા અમને પપ્પા-મમ્મી કહે છે અને અમારી બંન્ને વહુઓ પોતાના ફાધર-મધર ને પપ્પા-મમ્મી કહે છે અને અમને ડેડ-મોમ.કદાચ હજુ સુધી (અને કદાચ ક્યારેય નહી) અમને પોતાના તરીકે સ્વિકારી નથી શક્યા ને એટલે,આ નો કોઈ ઉપાય?

 7. Jugalkishor says:

  ભાઈશ્રી,
  તમને વચન આપ્યાં પછી અંગ્રેજી શબ્દો ન આવે એની કાળજી લેવામાં તો મઝા આવી જ પણ મારાં એ લખાણોને વાંચવામાંય મઝા અને ગૌરવનો અનુભવ થયો !
  આભાર અને વંદન.

 8. vijayshah says:

  ગુજરાતી હોવાનો ગર્વ એ આપણા સંસ્કાર છે
  અને તે માતૃભાષાને હેમખેમ આપણા વારસ્દારોને આપવી તે આપણી ફરજ છે તે સુચવવાને બદલે તે દિશામાં સક્રિય આપ થયા તે અતિ આનંદની બાબત છે.

  વંદન આપને પણ મુરબ્બી…

 9. pravinash1 says:

  વિજયભાઈ તમને તો ખબર છે મારો અભિપ્રાય. અમેરિકામા ૩૦ વર્ષ થયા.જનની, જન્મ્ભૂમિ અમે માતૃભાષા માટે આજે પણ મારા પ્રાણ હાજર છે. અંગ્રેજી પ્રત્યે મને કોઈ પૂર્વાગ્રહ નથી. આજે જ સવારે આ વાંચીને મારો એક નૂતન દિવસ શરૂ થયાનો આનંદ છે, ‘નવી જોડણી”ને નામે ગુજરાતી ભાષાની ‘કત્લેઆમ’ કેવી રીતે સાંખી શકાય? હા, કબૂલ કરું છું મારી પોતાની જોડણીની ભૂલો થાય છે. જેથી કરીને નાનો શબ્દકોષ વસાવ્યો છે.
  એક વાત જરૂરથી કહીશ જે મારા દિલને કાંટાની જેમે ચૂભે છે. જ્યારે પણ હું ભારત જાંઉ ત્યારે ત્યાંના દૈનિકમાં નહી નહી તો પંદરથી વીસ વખત ‘અમેરીકા’ શબ્દ યા સમાચાર જણાશે.જ્યારે અંહીના છાપામાં ભારત કે ‘ઈન્ડિયા’ શબ્દ શોધવા બે યા ત્રણ વાર છાપું ઉથલાવી મારું. જો કોઈ દિવસ ભૂલે ચૂકે જણાય તો નક્કી માનજો એ સમાચાર હું બે થી ત્રણ વાર જરૂર વાંચી ગઈ હોઈશ. છે ને આપણી દયાજનક સ્થિતિ.
  એના જવાબદાર કોણ?
  આજના લેખકો, કવિઓ ,ગુજરાતી ભાષાના ધુરંધરો ,ઠેકેદારો એક વિનંતિ કરીશ બને ત્યાં સુધી જુજરાતીનું ગૌરવ જાળવવા તેમાં અંગ્રેજી શબ્દોનો મસાલો ન છૂટકે જ મિલાવો.

  કોઈને પણ રાજ કરવાનો મારો ઈરાદો નથી . હું તો સામાન્ય વ્યક્તિ છું .માત્ર મારો અભિપ્રાય જણાવવાની ઉત્કંઠા આજે રોકી ન શકી.
  નમસ્તે
  જય હિંદ
  જય જય ગરવી ગુજરાત

Comments are closed.