આંખે ઉમટે દરિયો ક્યારેક.. દર્શન શાહ્

javad_oceanoftears.gif 

વિચારો તારા, દિલમા પ્રવેશે છે ક્યારેક,
ને દિલનાં ઉપવન ને રડાવે છે ક્યારેક…

મુલાકાત એ પહેલી કેવી તારી ને મારી,
વર્ષોની તે ચાહત યાદ અપાવે છે ક્યારેક…

તને સ્પર્શીને સુગંધીત થયેલો પવન,
તારી મહેંક લઈ આવે મસ્તીમાં ક્યારેક…

તારુ એ હાસ્ય, તારા એ લજ્જીત મીઠાં બોલ્,
તારા પ્રેમ નુ રહસ્ય મને સમજાવે છે ક્યારેક…

તારી એ છટા, વળી એ સાદગી ભરી અદા,
મહેફિલોનાં પ્રાણ એ સજાવે છે ક્યારેક

વરસાદ મા ભીંજાતી એ રંગીન છબી તારી,
મેઘધનુષ્યનાં કમાલ સમજાવે છે ક્યારેક…

તારા કેશનો અંધકાર્, તારી આંખનો ઉજાશ,
દિવસ રાતનો ભેદ પણ ભુલાવે છે ક્યારેક…

તારી હાજરીમાં અનુભવાતી એ ટાઢક,
પુનમચંદ્રની ચાંદની ભુલાવે છે ક્યારેક…

પ્રેમ આપણો સફળ થતા થતા -ના થયો,
નિષ્ફળતા કારમી તે સતાવે છે ક્યારેક…

તને પ્રેમ કરવાની એ મારી નાનેરી ભુલ,
યાદ આવે ને આંખે ઉમટે  દરિયો ક્યારેક..

દર્શન શાહ

This entry was posted in received Email, કવિતા. Bookmark the permalink.

0 Responses to આંખે ઉમટે દરિયો ક્યારેક.. દર્શન શાહ્

 1. pravinash1 says:

  ‘Tari yad sataave che kyaarek’ is true.(nice)

 2. Patel Akash says:

  પ્રેમ આપણો સફળ થતા થતા -ના થયો,
  નિષ્ફળતા કારમી તે સતાવે છે ક્યારેક…

  તને પ્રેમ કરવાની એ મારી નાનેરી ભુલ,
  યાદ આવે ને આંખે ઉમટે દરિયો ક્યારેક..

  vah bahu saras Darshanbhai!

 3. J Kapadia says:

  વરસાદ મા ભીંજાતી એ રંગીન છબી તારી,
  મેઘધનુષ્યનાં કમાલ સમજાવે છે ક્યારેક…

  તારી હાજરીમાં અનુભવાતી એ ટાઢક,
  પુનમચંદ્રની ચાંદની ભુલાવે છે ક્યારેક..

  Shabdo saras bhava pan saras!
  Jiten Kapadia
  Melborne, Australia

 4. Ajay Rawal says:

  વિચારો તારા, દિલમા પ્રવેશે છે ક્યારેક,
  ને દિલનાં ઉપવન ને રડાવે છે ક્યારેક…

  mast chhe
  majhaa aavee gayi

 5. Harshee Mehta says:

  wow, this is amazing…nice work Darshan.

 6. sundar rachanaa darshanbhai …. aam j lakhataa raho…

 7. Pinki says:

  sundar rachana

  paN pic. to superb………… !!

  jaane vagar shabdoni kavita ! !