સમયની વાતે

picture-in-scrap.jpg 

ઝરમર ઝરમર નીરની ધારે,
        વાદળઘેરી કાલની સાંજે,
સાહિત્યની સરિતાને કાંઠે,
        મચી પડ્યાં અમે સમયની વાતે.
હાથમાં લઈને સમયની પીંછી,
             દોર્યા કોઇકે જૂના ચિત્રો,
પ્રાચીન ને અર્વાચીન કેવી,
             કંડારી કૃતિઓ સમયની મિત્રો;
કોઇકે જઇને સ્મૃતિને દ્વારે ,
             રચનાઓ મનભાવન વાંચી,
વળી કોઇકે સમયની સાથે ,
             ખોતરી વાતો મનની ત્યારે.
વ્હેતી ચાલી ક્ષણો સમયની,
        ઢળતી ગઇ એમ પળો સમયની,
સમાઇ યુગમાં હર ઘડી સમયની,
        ઝુલશે ઝરુખે આ યાદો સમયની.

દેવિકાબેન ધ્રુવ

This entry was posted in દેવિકાબેન ધ્રુવ. Bookmark the permalink.

4 Responses to સમયની વાતે

  1. Dolly Parghi says:

    It’s a very nice poem. All poems are wonderful. Keep adding more poems.

    Dolly and Unmil

  2. Sheetal says:

    Ame chadhi gaya ‘ta Vate ….

  3. સુંદર કાવ્ય…

  4. Thanks to all reader.

Comments are closed.