પુ. મોટાભાઇ (8)

motabhai.jpg

પુ. મોટાભાઇ

સાદર શત શત પ્રણામ

ગયા પત્રમાં આપે આપની તકલીફોનું વર્ણન કર્યુ. દુ:ખ અને ગ્લાની થી મન ભરાઇ ગયું ખાસ તો તમે લખ્યું કે

જિંદગીમાં પણ તેવીજ આત્મ વિશ્વાસમાં તડો પડી છે. ક્યારેક એવુ થઇ જાય છે કે તુ અહીં અમારી સાથે હોત તો નિરાંતે સુઇ શકાત. રાત પડે અને ઘર સુનુ થઇ જાય અને વિચારોનું  વાવાઝોડુ મનમર્કટને કુદા કુદ કરાવે ત્યારે થાય કે આ ઘડપણ માં તન એકલુ કેમ નબળુ પડે અને મન કેમ તે ન સ્વિકારે તે ના સમજાય.”

શનીવારે તમે ત્યાં દૈહીક તકલીફોમાં હતાં અને હું પણ અહીં આકળ વિકળ હતો. જીવ બળતો હતો અને મનમાં થયા કરતુ હોય કે આ ” વનવાસ”ની સજા મને તમને અને તમારા પૌત્ર પૌત્રીને ભગવાને કેમ આપી હશે? ભૌતિક દુનિયા અને આધ્યાત્મનાં મારા સ્વપ્ના વચ્ચે આ “ડોલર”નું સ્ટીમ રોલર એવી ખરાબ રીતે મનને ખંડીત કરે છે કે જેની વાત નહિ. બાળકોનું ભવિષ્ય બનશે કે નહિ તે તો સમય કહેશે પણ તમારા ઘડપણ માં ન ઉપયોગી થઇ શકવાનું  માનસિક કળતર અસહ્ય બની જાય છે.

સમજાતુ નથી કે આ વેદના મારી, અન્ય ભાઇ બહેનો કરતા વધુ કેમ અનુભવાય છે. કદાચ હું સંવેદંશીલ છુ અને જ્યાં તમારી કે બા ની વાત આવે ત્યારે દરેક વેદના સંવેદના બનીને મને પીડે છે. પેલા પરસુ રામની માતા જેટલી વખત છાતી કૂટે તેટલી વખત પરસુરામ કૃધ્ધ થાય તેમજ તમારા આવા વાક્યો મને પસ્તાવા તરફ લઇ જઇને સંતાપવિષ પીવડાવે છે.વળી કોઇ પાર્વતિની આણ તો મને છે નહિ તેથી તે ઝેર આખા શરીરને વિષમય બનાવી દે તે પહેલા કર્મ અને ધર્મનો આશરો શોધી લઉં છુ. કારણ નું મારણ કાઢી લઉં છું.

અંશનો ગન પ્રસંગ એક આમ પ્રસંગ હતો તેને કોઇ રંગભેદ કે 911 સાથે સબંધ નથી. પણ તે વખતે એવુ જરુર લાગ્યું કે તેની પાસે સાયકલ હતી અને તેથી તે લુંટાયો પણ જો તેની પાસે કાર હોત તો કદાચ આવુ ના થતે. તે ગન જોઇને બી જરુર ગયો હતો પણ પહેલી વખત અસામાજીક તત્વોનો સામનો કર્યો. તેનુ હીર ઝળક્યું. માબાપ તરીકે આ સમયે તેની સાથે રહેવું જોઇએ પરંતુ તેમ ન કરતા તેને ગાડી અપાવી દેવાનું નક્કી કર્યુ.. કદાચ આ ગાડી તેને સગવડ આપશે અને તેને ભણવા વધુ સમય મળશે.

તમારી બે વાતો માં અહિ પહેલી વાત કોઇ માનતુ નથી કારણ કે જે વસ્તુની અઠવાડીયા સુધી જરુર ન પડી તેથી તેને ફેંકી દેવાનુ અહિ વધુ લોકો કરે છે. જ્યારે બીજી વાતમાં પણ લોકોને ડર વધુ લાગે છે તેથી પડોશી સાથે હાઇ અને હેલોથી એ વધુ વાત નહિ કારણ કે અહિ કોઇજ વાતમાં શરમ કે સંકોચ નહિ. જે મનમાં આવે તે કહે અને કરે..નીતિ અને નિયમો ડોલર પાસે સાવ પાંગળા..તેથી અહિ દરેક કોમો પોત પોતાને કોમનાં  કે ચર્ચનાં ટોળામાં ફરે.. તમે કદાચ નહિ માનો પણ મારા પડોશીનુ નામ કરતાં કશુ પણ વધારે વાતો કરવાનો પ્રયત્ન કરું તો કદાચ તે લાલ બત્તી તરત ધરી દેશેકે  તે તેમની અંગત બાબત છે જે કોઇ સાથે તે ચર્ચશે નહિ.

બીજો વિચાર આ લખતા લખતા આવ્યો કે એ તમારી લાગણી છે જે તમે તમારા અનુભવોનાં નામે અમને આપો છો પણ્ તે અનુભવો 30 વર્ષ જુના છે,, ભારતનાં છે. તે હવે એકવીસમી સદીમાં કેવી રીતે ચાલે? આવાત તમને એટલામાટે લખું છું કે અંશ આજ કાલ મને ‘આઇ ડુ નોટ બીલીવ યુ’નું ટીપણું બહુ વખત આપે છે. તે પણ એવું જ માને છે કે બાપા તમે હજી નવા નવા છો તમને શું ખબર? અને બહુજ માન અને આદરથી તમારા વર્તનો પર મસ્તક નમી ગયું. તમે પણ અમારી યુવનીનાં આવા કડવા વખ જેવા ઉધામા સહ્યા હશેને?  અને છતા પણ મારો સોહમ મારો સોહમ કરતી માની આંખમાંથી નીતરતા નેહનું અમિ, બુંદ માત્ર ઘટતું નથી.

શીખા પણ અંશ બે અઠવાડીયે આવે ત્યારે બાની જેમજ દિકરાને શું કરી આપુ તો તેને તકલીફ ઓછી પડે અને દિકરા તારી તબિયત જાળવજેનો વહાલ વરસાદ્ કરે ત્યારે તમે બહુ જ યાદ આવો. મનમાંથી તો ફડફડતો ઉનો નિ:સાસો જ પડે કે મા તબિયતની તો વાત જ જવા દે.. અહિ તો શરીર દુખાવાની ગોળીયો ખાવ અને કામે જાવ…ઉગતો દરેક દિવસ હરિકેનની ઘનઘોર આંધી લાવે અને આથમતો દિવસ એ હરિકેન વહી ગયાપછીનો કાદવ અને કીચડની દુર્ગંધો લાવે છે. સંતાપોથી પીડીત વ્યગ્ર મન અશાંત અને અવ્યક્ત ત્રાસોથી દાઝ્યા પછીનાં ફફડતા ફોડલાની વેદના વેઠ્યા કરે છે તેથી

હે માતાપિતા!

દેશનિકાલાની સજા પામેલ અમ વનવાસીઓને તમારી આપત્તીનાં સમયે હાજર ન રહી શકવા બદલ ક્ષમા કરજો.

તબિયત જાળવજો અને શાતામાં રહેશો

સોહમનાં પ્રણામ

This entry was posted in પૂ મોટાભાઇ. Bookmark the permalink.