દાંપત્યજીવનની કસ્તુરી (1)

કહે છે

લગ્ન એ પ્રેમ જેવોજ અઢી અક્ષર છે જેને સમજે તેની જિંદગી ઝંઝાવાત વિહીન થઇ જાય અને ન સમજે તેના ઘરમાં કંકાસ કવિ કે ફિલ્સુફ જન્મે.

દરેકે દરેક સ્વરૂપોમાં લગ્ન એ બે વિજાતિય જીવોનુ મિલન છે. કયારેક તે બંને અપરિચિતોની ટુંક સમયની વડીલો દ્વારા ગોઠવાયેલી મુલાકાતનુ પરિણામ હોય કે પછી વષો સુધી આંખમીચોલી મસ્તી મઝાક કરતા પ્રેમી પખીડા નુ મિલન હોય. એ પ્રેમી પખીડા કે અપરિચિતો  બેથી પાંચ કલાક ની નીરસ લગ્ન વીધીને અંતે જિદંગીભર સાથે રહેવાની નૈતિક ફરજથી બંધાઈ જાતા હોય છે અને આમ લગ્ન પછીના જીવન એટલે દાંપત્યજીવન ની શરૂઆત….  લગ્ન કરતી વખતે ૮૦% યુગલો ને તેઓ કેટલી મોટી જવાબદારીથી બધાય છે તેની ખબર હોતી નથી. હિંદુ વિધિ પ્રમાણે થતા લગ્નોનાં મંત્રોચ્ચારણ સાભળતા સાભળતા નરેન્દ્રનાથ (વિવેકાનંદ) ઉભા થઈ ગયા હતા. અને સૌની માફી માગતા કહ્યુ હતું કે માફ કરજો હુ આટલી બધી ફરજો નહિ બજાવી શકુ અને એમણે સન્યસ્ત લીધો હતો.

.

જયારે બીજો વિચારક એમ પણ કહે છે કે પ્રભુપ્રાપ્તિ માટે લગ્ન એ સન્યસ્ત વધુ કઠીન માગ છે. બે પ્રશ્ન એ થાય કે લગ્ન એ પ્રભુપ્રાપ્તિ નો માર્ગ કઈ રીતે છે ?  એ વિચારક સાવ સરળ ઉદાહરણ ટાંકે છે. મનુષ્ય માત્ર ને પ્રભુએ બુધ્ધી આપીને તેના વિશે વિચારવાની, તેની સંભાળ રાખવાની ચિંતા છોડી દીધી, કારણે કે બીજા કરોડો અબોલ જીવોની તેમને ચિંતા રાખવાની છે. બુધ્ધી નો ઉપયોગ કરી  મનુષ્ય પોતાનો સંસાર રચે અને એમને સાચવે, આ સાચવતાં જે તકિલીફ પડે તે તકલીફો જ પ્રભુસ્મરણ નુ અમોધ શસ્ત્ર છે 

આપણે થોડાક સ્વાર્થી બનીએ – પ્રભુની વાતો છોડીયે એ તો આસ્તિકોએ માની લીધેલ શકતિશાળી તત્વ છે પરંતુ આપણું શું ? આપણે આપણો સસાર સાચવવો છે ! દાંપત્યજીવનમા આગણે હજી પગ દીધો છે. નજર સામે હજારો પ્રશ્નો છે. નવુ ઘર છે, નવા આપ્તજનો છે,  નવુ વાતાવરણ છે, નવી અભિવ્યક્તિઓ છે, નવા રીતીરિવાજો છે, અને મનમા થોડીક ગભરામણ છે, થોડાક પોતાનાં સ્વપ્નો છે, જિંદગી શરૂ કરવી છે?

જિંદગી શરૂ કરવી છે ને ? ‘

હા

તો ચાલો પેલી ઈશ્વરદત્ત ભેટ નો ઉપયોગ કરીયે…. બુધ્ધીને કસોટીની એરણે ચઢાવીયે……..

પહેલો જ પ્રશ્ન થાય નવુ ઘર છે.

ઘર ભલે નવુ હોય પણ એ મારું છે. તેથી મનમાથી ગભરામણ ખંખેરી ને તૈયાર થઈ જાવ એ નવા ઘર ને મારું બનાવવા જો કે લગ્નથી એ હક્ક તમને સ્વયંભુ મળી જાય છે પરંતુ એ એટલુ સહેલુ નથી હક્કની રૂએ તમે તે હક્ક નહી ભોગવી શકો પહેલા થોડીક ફરજો પાળવી પડશે પછી તમને હક્ક કરવાનો હક્ક મળશે. તમે છેલ્લા વીસ કે બાવીસ વર્ષથી જે ઘરમા રહેતા આવ્યા છો તે કરતાં આ ઘરનું વાતાવરણ જુદું તો હશે જ. હવે પછી પણ તમે આજ ઘરે રહેવાની છો, તેથી આંખ કાન અને બુધ્ધી ત્રણે ને સક્રિય કરી નવા ઘરને અનુકુળ બનવા પ્રયત્ન કરો. અનુકુળ બનવુ એ તમારી ફરજ. એ બજાવી એટલે નવુ ઘર ને મારુ ઘર કહેવાનો તમારો હક્ક.

હવે બીજો પ્રશ્ન થાય નવા આપ્તજનો……..

નવા ઘરમા સાકરની જેમ ભળી જવાની ઈચ્છા છે ને ? તો  આ આપ્તજનો ની આગળનો  નવા શબ્દનો ભાર દુર કરી દો. પરંતુ લખવુ કે બોલવુ જેટલુ સહેલ છે એટલુ એ સહેલુ નથી. એના માટે તમારી પાસે ત્રણ વસ્તુઓ જોઈશે, અને તે છે જીભની મીઠાશ હોઠ પર રમતુ હાસ્ય અને દીઠયું કામ કરી લેવાની ધગશ. જો આ ત્રણ વસ્તુઓ હશે તો નટખટ બોલકી નણંદો કે જીદ્દી દેવયરીયો ઠાવકા સસરાજી કે સાસુમા બધાને વશ કરાશે. એ માટે દોરા ધાગા કરાવવાની જરૂર સહેજે નથી. જીભની મીઠાશ એટલી કામ ન કરે પરંતુ સાથે સાથે બોલ્યુ કરી બતાવવાની ધગશ સોનામા સુગંધ પુરશે નહીં તો સાસરીયા કહેશે જવા દો ને વહુ તો જીભે જ મીઠી છે ‘ …….

સાસુમા શાક સમારતા હોય ત્યારે… લાવો બા હુ સમારી દઉં સાસુમા ન પાડે અને ચાલવા માડીયે તો શબ્દોનો અર્થ ન રહે પણ.. બા તમે બે ઘડી આડા પડો – ધરમ ધ્યાન કરો- કામ કરવા વાળી હુ બેઠી છુ ને….! કહી હાથમાંથી હળવેકથી હસતા હસતા કામ ઉપાડી લો…. અગર તમે કામ કરતા હો તો – રેવા દો બા શાક તો થશે. હુ સમારી કાઢીશ…. આ દાળ ઉકળે ત્યા સુધીમા સમારાઈ જશે. સસરાજી નો ચા પીવાનો સમય જાણીલો, એમનો ટેસ્ટ જાણીને એમના કહેતા પહેલા એ સમયે ચા હાજર થઈ જાય ત્યારે…. ઘરનુ વાતાવરણ કેવુ ખુશનુમા રહે… અને આખરે તો ઘરના રાણી તમેજ છો ને….(ક્રમશ:)

This entry was posted in પ્રકીર્ણ, વિજય શાહ. Bookmark the permalink.

0 Responses to દાંપત્યજીવનની કસ્તુરી (1)

 1. Ajay Rawal says:

  Excellant!
  You are taking various aspects of life with detailed sincearity…
  Bravo!

 2. Kartik Jani says:

  Saras margadarshan…
  sanyukta kuTumbamaa jevavaano ane jitavaano asarkaarak rasto
  Priya Jani

 3. vijayshah says:

  અભાર મિત્રો!
  1979માં લખાયેલ આ લેખ ને ‘સ્ત્રી’માં શબ્દ દેહ મળ્યો હતો અને વડોદરાથી રીતેશ શાહે તેનુ ટાઇપ સેટ કરી આપ્યુ તે બદલ તેનો અભાર.
  હું માનુ છુ જ્યારે જ્યારે માનવીય સહજ વાતોમાં ‘હું’ ને બદલે “અમે” કે “મારા” ને બદલે “આપણા” કે “અમારા”નો શબ્દ પ્રયોગ થાય તો વાત હળવી થતી હોય છે અને વાતને સરળતાથી કોઇના ગળે ઉતારવી હોય તો તેન દ્રષ્ટિબિંદુથી જોવાઇને તે રીતે મુકાય તો મહદ અંશે “ના” સાંભળવી પડે નહિ.