વસીયતનામુ- નાની પાલખીવાલાનું

vasiyatnamu.jpg 

 • મારા મૃત્યુ વખતે જેણે કદી સૂર્યોદય ન જોયો હોય તેમને મારા ચક્ષુ આપશો.

 • હ્રદયનું દર્દ ભોગવી રહેલ કોકને મારુ હ્રદય આપજો.

 • કાર અકસ્માતનો ભોગ બનેલા જવાનને મારું લોહી આપજો કે જેથી તે પોતરાંને જોવા પામે.

 • મારા મુત્રપીંડને બીજાનાં દેહનાં ઝેર ચુસવામાં મદદરુપ થાય તેવુ કરજો.
 • કોઇક અપંગ બાળકને ચાલતું કરવામાં મારા અસ્થિનો ઉપયોગ કરજો.
 • પછી જે વધે તેને અગ્નિદાહ દેજો અને ભસ્મ ને ચારેકોર વેરી દેજો કે જેમાંથી ફુલો ઉગે.
 • દફનાવવા હોય તો મારા દુર્ગુણો અને માનવબંધુઓ વિષેનાં મારા પૂર્વગ્રહોને દફનાવજો.
 • મારા પાપો શેતાનને આપજો અને આત્મા પરમાત્માને અર્પણ કરજો.
 • મને યાદ કરવો હોય તો કોઇક જરૂરતમંદ વ્યક્તિ માટે સત્કાર્ય કે સદવચન પ્રયોજીને યાદ કરજો.
 • આ મેં કહ્યુ તેટલું કરશો તો હું સદાય જીવતો રહીશ.

સંકલન : ડો પ્રતિભા શાહ

આ વાત જો દરેક સમજે તો દેહદાન અને તેથી થતી દરેક વ્યક્તિઓનાં લાભોની જાહેરાતો કરવાની રહે ખરી?

 

This entry was posted in received Email. Bookmark the permalink.

0 Responses to વસીયતનામુ- નાની પાલખીવાલાનું

 1. Kartik Jani says:

  saras samajvaa jevi vaata chhe

 2. gopal h parekh says:

  simply marvellous,

 3. Navnit Parekh says:

  Very nice.Worh considering. Everone should make it a point to follow the same in life.

 4. gdesai says:

  These are the real Ten Commandmends of Humanity.
  What an unadulterated human soul Nanisahib acquired !
  A true Poonyashlok.