ગુજરાતી શબ્દ એક -અર્થ અનેક (1)-વિજય શાહ

હું ગુજરાતી ભાષાનો લગભગ આજીવન વિદ્યાર્થી રહેવાનો… કારણકે જેટલો અંદર ખુંપુ તેટલું તેમાંથી નવુ નવુ મળ્યા જ કરે.. મારા મિત્ર ડો શરદ શાહે મારા આ સંશોધન માટે સર્થ જોડણી કોશની છેલ્લી આવૃતિ આપી ત્યારે તેના વિહંગાવલોકન દરમ્યાન આવુ ઘણુ વાંચવા મળ્યુ. જે મારા જેવા જિજ્ઞાસુને અને તમારા જેવા વાચક મિત્રોને ગુજરાતીભાષાની શબ્દ સમૃધ્ધિથી વાકેફ કરે છે.વાચક મિત્રોને વિનંતી કે તેઓ પણ આવા શબ્દ અને તેના અર્થ સમુહોને શોધી આ પ્રયત્નમાં સાથ આપે. આ પ્રયત્ન દ્વારા આપણે આપણી માતૃભાષાને તો ઓળખીયે છે પરંતુ તેની સાથે સાથે અંગ્રેજી ભાષા તરફ્નો ભાવકોનો અહોભાવ ઘટે તે જોવાનો પ્રયત્ન છે.
શબ્દ

અર્થસમુહ

 1) સંસ્કૃત કુટુંબની વર્ણમાળાનો પહેલો અક્ષર
2) વિષ્ણુ બ્રહ્મા અને મહેશ ( મને આ ખબર નહોંતી)
3) વ્યંજંનથી શરુ થતા શબ્દની પૂર્વે વપરાતો પૂર્વગ: નકારાર્થે- ઉદાહરણ ‘અસુખ’
3અ)વ્યંજંનથી શરુ થતા શબ્દની પૂર્વે વપરાતો પૂર્વગ:ખોટાપણું દર્શાવવા ઉદાહરણ- ‘અકાળ”
3બ) વ્યંજંનથી શરુ થતા શબ્દની પૂર્વે વપરાતો પૂર્વગ:તે સિવાયનું દર્શાવવા ઉદાહરણ ‘અબ્રાહ્મણ’
4) નય બહુવ્રીહિમાં વ્યંજન પહેલા વપરાતો પૂર્વગ: ઉદાહરણ ‘અકરણ’ ,’અકાય’
5)અતિનાં અર્થમાં કે ખાસ અર્થ વૃધ્ધિવગર કે નકામો વાપરાતો :ઉદાહરણ ‘અઘોર’.’અલોપ’

શબ્દ
અક્ષ
અર્થસમુહ્

1) રમવાનો પાસો
2) માળાનો મણકો
3) ચક્ર કે પૃથ્વીની ધરી
4) ગણિતમાં કોઇ સ્થાન નક્કી કરવા કાટખૂણે કલ્પાતી મૂળ રેખા ઉદાહરણ ‘વેધાક્ષ’
5)આંખ
6) જ્ઞાનેન્દ્રિય ( મારા માટે નવો અર્થ)
7) પૃથ્વીને બે ભાગમાં વિભાજતી કલ્પનારેખા ( વિષુવવૃત)

શબ્દ
અક્ષર
શબ્દસમુહ્
1) અવિનાશી
2) વર્ણ (ભાષા)
3) હરફ
4) દસ્કત
5)વિધિના લેખ
6) બ્રહ્મ ( મારે માટે આ નવો અર્થ)

વાચક મિત્રો આપ સૌને પણ આ સંશોધનમાં ભાગ લેવા અમારુ આમંત્રણ..
ખાસ વિનંતી કે સંશયનાં પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠની સાર્થ જોડણીનું છેલ્લુ પુસ્તક જોવા વિનંતી

This entry was posted in પ્રકીર્ણ, વિજય શાહ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

5 Responses to ગુજરાતી શબ્દ એક -અર્થ અનેક (1)-વિજય શાહ

 1. ગુજરાતી લેસક્શિકાનના તમે પૂરક બન્યા તેના ધન્યવાદ. રતિલાલ ચંદરયા

 2. vijayshah says:

  સુંદર ભાષા બને તેવા દરેક પ્રયત્નોમાં મને રસ છે.

  અંગ્રેજીનું પ્રદુષણ ગુજરાતી ભાષામાંથી ઘટે તેવા કાર્યને બે રીતે કરી શકાય.

  ગુજરાતીની ખુબીઓ બહાર લાવીને કે અંગ્રેજીની ત્રુટીઓ કાઢીને,,

  મને પહેલો રસ્તો અસરકારક્ લાગે છે. ગુજરાતી લુપ્ત ( ગુ જ ર તી) થતી જતી લાગે તે બધાએ “ટીકા” નહી “ટેકા” કરવા જોઇએ એવું અમારા કવિ મિત્ર શ્રી ગિરીશ દેસાઇનું માનવુ છે જે સાથે હું સહમત છું

  પ વ્યંજન સાથે અંગ્રેજી જો વિશ્વ ભાષા બનતી હોય તો 12 વ્યંજનોવાળી આપણી ગુર્જરી ભાષા જેટલી મજ્બુત વિશ્વભાષા બનાવવા ધારીયે તો બની શકે તેવા સર્વ ગુણોથી સંપન્ન છે. ગુજરાતી લેક્ષીકોન્ની શરુઆત બહુ જ સુંદર અને મેઘાવી હતી..એ સ્થાન પર ટકી રહેવા આપનો હકારાત્મક અભિગમ પૂર્તિ કરશે…અને આપ જો અંગ્રેજી પ્રદુષણ દુર કરવામાં સહયોગી બનશો તો તે અંગે દરેક ગુજરાતી બોલતો માણસ આપને માનથી જોશે..

  અત્યારે તમોએ ઘણાને કોમ્પુટર ઉપર ગુજરાતી લખતા કર્યા છે તે સમયોચિત ગુજરાતી લેક્ષીકોન ની સિધ્ધિ છે પરંતુ હજી કામ અધુરુ છે અને તે સાચુ અને સારુ આપણા સંતાનો લખે..વાંચે અને સમજે તે માટે આજની જરૂરિયાત છે અંગ્રેજીની જરૂર કરતા વધુ ઉપયોગીતા અને તે અંગેની પાયાની સાચી સમજાવટ અને તેની જાગૃતિ.

 3. અક્ષર બહુ સુંદર શબ્દ છે. એનો બે રીતે સંધી વિચ્છેદ કરીને બે અર્થ કાઢી શકાય.

  અ-ક્ષર -> જે ક્ષરતો નથી, જેનો ક્ષય થતો નથી તે
  અક્ષ-ર -> જેઆ અક્ષ (આંખ)ને રમાડે તે, માયા વડે ઇશ્વર આપણી આંખને રમાડતો રહે છે

 4. Kishor Raval says:

  I cannot understand the pleasure you get in making people less appreciative of English language!
  To me English language publications will remain my main source of enlightenment, edification and a standard with which I will keep comparing things written in Gujarati.

  If sArTh kosh is the main focal point for your research, there are two issues I would like to take up.
  1 You are repeating what sArTh kosh has already has done. So what is the point? The purpose of a dictionry is to make you understand th words better and in depth.
  2 If you are to accept what sarth kosh has doen, why not follow the jaodaNI they prescribe in what you are writing?
  I hope you take my words in the sense I mean.

  Kishor

 5. vilas bhonde says:

  this is a good biginning. appreciate. one must have garv for our mother tongue

Comments are closed.