ગુજરાતી શબ્દ એક-અર્થ અનેક (2)-વિજય શાહ

(મુ.કિશોરભાઇ
આપના સુચનો સ્વિકાર્ય છે. હું જોડણી કોશનો ઉપયોગ મારી ક્ષતિઓ દુર કરવા કરું છું.
મને ગુજરાતીમાં આવતુ અંગ્રેજી શબ્દોનાં ઘોડાપુર સામે દુ:ખ થતુ હોય છે. ખાસ કરીને એટલો ગુજરાતી શબ્દોનો સ્વિકાર અંગ્રેજીમાં નથી તે જોતા આ પ્રદુષણ લાગે છે. અહિ એ સ્પષ્ટતા કરી લઉં કે મને અંગ્રેજીભાષા પ્રત્યે કોઇ દ્વેષ નથી. પરંતુ અંગ્રેજી શબ્દોનો બીન જરુરી ઉપયોગ ગુજરાતી વાતચીત અને લખાણોમાં ટાળવો એ પણ એક સભાન ગુર્જર્ ભાષીનાં સંસ્કાર હોઇ શકે તે વાત સાથે તો આપ સહમત હશો જ.
આભાર )
શબ્દ
અગ્નિ
અર્થ સમુહ
1) દેવતા
2) પ્રકાશ અને ઉષ્ણતાનો અધિષ્ઠાતા
3)પંચ મહાભૂતોમાંનુ એક તત્વ
4) જઠરાગ્નિ: પાચક તત્વ
5)એક તારાનું નામ
6)ત્રણની સંખ્યા ( મને ખબર નહોંતી કે અગ્નિ ત્રણ હોય છે)

શબ્દ
અઘોર
અર્થ સમુહ
1) અતિ ભયાનક
2) ઘાતકી
3) ભાન સાન વગરનો
4) ઘણું સખત કે મુશ્કેલ
5) ગાઢું

શબ્દ્
અધિકાર
અર્થ સમુહ
1) સત્તા;હકૂમત
2)પદવી
3) પાત્રતા
4)હક્ક
5)પ્રકરણ
6)મુખ્ય નિયમ
7)શબ્દનો વાક્યમાં સંબંધ

શબ્દ
અભિધા
અર્થ સમુહ
1)શબ્દનો મૂળ અર્થ
2) અર્થની બોધક શક્તિ

શબ્દ
અમી

1)અમૃત
2) મીથાશ
3) કૃપા
4) થૂંક ( મારે માટે નવો અર્થ)
5)રસ કસ
6) પાણી

શબ્દ્
અરક; અર્ક
અર્થ સમુહ્
1) સત્વ
2)સૂર્ય ( મારા માટે નવો અર્થ)
3)કિરણ ( મારા માટ્એ નવો અર્થ)
4) ઉતરા ફાલ્ગુની
5) આકડો નામની વનસ્પતે

શબ્દ
અરિષ્ટ
અર્થ સમુહ્

1) દુર્ભાગ્ય
2) સંકટ
3)મોતની નિશાની
4)અરિઠાનુ ઝાડ
5)લીંબડાનું ઝાડ( ???)
6)શત્રુ
7) સુર્ય
8) અશુભ

શબ્દ

અડવું

અર્થ સમુહ

1.અડકવું સ્પર્શ કરવો
2.સાથે કરવુ, સાંધવુ
3.વચ્ચે આવવું, રોકાવું
4.ઘસાવું પડવું, ખાધ કે નુકશાન લાગવી
5.લગો લગ થવું , પહોંચવું
6. અટકવું
7.( ઘોડા માટે )ખંચાવુ, ભડકીને ખમચાવું
8.ડરવું, ભીતિ રાખવી.

શબ્દ

અમલ

અર્થ સમુહ

1.નિર્મળ
2.શુધ્ધ
3.સત્તા, અધિકાર, હકૂમત
4.કારકિર્દી, વહીવટ
5.અફીણ કે નશા કારક કેફી પદાર્થ
6.સમયનો સુમાર.

શબ્દ

અર્થ

અર્થ સમુહ

1.હેતુ, મતલબ
2. માયનો, સમજ, સમજૂતી
3. ધન, નાણું,સંપતિ
4.ગરજ, ઇચ્છા
5.ખપ ઉદ્દેશ, પ્રયોજન
6.ધર્માદિક બીજો પુરુષાર્થ

This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

3 Responses to ગુજરાતી શબ્દ એક-અર્થ અનેક (2)-વિજય શાહ

 1. shabdarth-mimansa is very interesting subject.
  Vijaybhai, congratulation.

 2. I read throughly and try to give some words with many meaning.

 3. ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાવલીના સંસ્ક્રુત-ગુજરાતી વિનીત કોષ પ્રમાણે
  અરિષ્ટ ના બીજા અર્થો
  – કુશળ,
  -સુરક્ષિત
  અને સુવાવડીનો ઓરડો પણ દર્શાવ્યા છે.

Comments are closed.