ગુજરાતી વાંચતાં, લખતાં અને બોલતાં શીખો -વિજય શાહ

e-gujarati.gif

ગુજરાતી સાહિત્ય સરિતાનાં શ્રી કીરિટ ભક્ત અને વિશાલ મોણપરા એક સાંજે કોઇ કામ અંગે બેઠા હતા અને તેમની ચર્ચામાં વિષય આવ્યો જગત દાદાનો. જગત દાદા ખેડૂત અને તેમનો કાંતી મોટેલમાં સારુ એવુ કમાતો અને સ્થીર થયેલ અને તેના પુત્ર હીરેન અને પુત્રી રાધાને ગુજરાતી શીખવવા જે દોશી સાહેબ આવે તેને અને રાધાને વાતચીતમાં સમજણ ન પડે. ગામથી જગતદાદા આવ્યા ત્યારે દોશી સાહેબને પડતી તકલીફોનો ઉકેલ જગત દાદાએ જે આપ્યો તે વિચારતા કીરિટભાઇને લાગ્યુ કે ગુજરાતી ભારત બહાર કાંતી જેવા કંઇ કેટલાય કુટુંબો છે તેમના બાળકો ભાષા સમજી નથી શકતા તેનુ કારણ શિક્ષણ પધ્ધતિ છે. અમેરિકન પધ્ધાતિ પ્રમાણે જો ગુજરાતી શીખવાડાય તો કેવુ? અને તે વિચારે જોર પકડ્યુ..

બ્લોગ જગતની વૈશ્વિક ચર્ચાઓમાં આ વિષય ચર્ચાયો..ઘણા સુચનો આવ્યા અને તે બધા સુચનો અને કીરિટ્ભાઇનાં સંશોધનો ને આધારે વડોદરાનાં ઇંદ્રવદન મિસ્ત્રી અને વિશાલ મોણપરાનાં સહિયારા પ્રયત્નોથી વેબ સાઇટ તૈયાર થઇ અને 7 જુલાઇ 2007નાં શુભ દિવસે ગુજરાતી સાહિત્ય સરિતાની વિશિષ્ટ જગ્યા પર તે મુકાઇ.

http://gujarati.gujaratisahityasarita.org

આ સાઇટ હજી પ્રારંભિક તબક્કે છે અને તેમાં ગુજરાતી વાંચતા લખતા અને બોલતા શીખવવાનો નવતર પ્રયાસ છે.

કાંતિ અને જગતદાદા જેવા દરેક્ને માટે આ સેવા વિનામુલ્યે છે અને જે બ્લોગરને તે અંગે જરુરી માહિતી પણ વિશાલ આપશે તો તેનો લાભ લેવા સૌને ભાવભર્યુ આમંત્રણ છે

This entry was posted in વિજય શાહ, સમાચાર, સાહિત્ય સમાચાર. Bookmark the permalink.

6 Responses to ગુજરાતી વાંચતાં, લખતાં અને બોલતાં શીખો -વિજય શાહ

 1. jayshree says:

  Congratulations..
  and
  Best Wishes..

 2. આ નવતર પ્રયાસ ખુબ જ આવકારદાયક,ઉપયોગી અને ગુજરાતી ભાષા માટે આશાસ્પદ છે.
  અભિનંદન અને શુભેચ્છાઓ.

 3. ડો. પિંકી યજ્ઞેશ પંડ્યા says:

  હું પણ ગુજરાતી ભાષા શિક્ષણ સાથે સંકળાયેલી છું. બિનનિવાસી ગુજરાતી કે ગુજરાતી ભાષા શીખવામાં રસ ધરાવતા વિદેશીઓને ગુજરાતી શીખવું છું. જો આપના આ પ્રયત્નમાં હું કોઇ રીતે મદદરુપ થઇ શકું તો મને ચોક્કસ ગમશે.

 4. CHANDSURAJ says:

  C ongratulations !

 5. gopal h parekh says:

  aa vaat bahu j gami,all the best

Comments are closed.