સમયના રથને દોડવા દે!

gallery061.jpg

હ્યુસ્ટન એ એક અમેરિકાનું મહ્ત્વ અને  ગૌરવશાળી  શહેર છે. જ્યાં  અમેરિકાનું મુખ્ય કેન્દ્ર નાસા સેન્ટર અને એમા આપણાં  કમલેશભાઈ લુલા   તેમાં  નાસામાં વૈજ્ઞાનિક તરીકે ઊચ્ચ પદવી ધરાવે છે તે પણ આપણી માતૃભાષાના તેમજ ગૌરવશાળી ગુજરાતના પ્રેમી છે, સાથો સાથ હ્યુસ્ટનમાં ચાલતી”ગુજરાતી સાહિત્ય સરિતા”ની સંસ્થા દરમહિને મળે છે અને તેમાં ચાલીશથી પણ વધારે સાહિત્ય રસિકો ભાગ લે છે. દર વખતે જુદા જુદા વિષય પર લખવાનું તેમાં પછી ગઝલ, કવિતા કે લેખ હોય. એ બેઠકમાં દરેક પોતાની કૃતી રજૂ કરે અને એમાં જે સાહિત્યની મહેફિલ જામે, અને જુદી જુદી કૃતીનો આસ્વાદ, સૌ ભાવ-વિભોર બની જાય! ગુજરાત અહીં છે તે જાતની ભાવના તમને જરુર જોવા મળે. જુન-૦૭માં કવિયત્રી દેવિકાબેન ને ત્યાં આ બેઠક મળેલ અને વિષય હતો” સમય” . આ વિષય તો બહુજ બહોળો, જેટલું લખવું હોય તેટલું લખી શકાય.
દરેકે પોત પોતાની રચના રજૂ કરેલ.એમાની એક રચના મે જે રજૂ કરી હતી તે આપની સમક્ષ રજૂ કરુ છું , આશા છે કે આપ સૌને ગમશે.

***********************************************

સમયના રથને દોડવા દે!
      મને થોડી તો મજા માણવા દે,
              સમયના રથને..

સમય પારખી  નીકળ્યો નગરમાં,
   કોણ છે સ્વજન, દ્વાર એના ઠોકવા દે,
                સમયના રથને..
બળીને રાખ  થઈ જશે  આકાશ-ગંગામાં,
      એ સૂરજને અંજલી આજ દેવા દે,
                સમયના રથને..

માપ દંડ ક્યાં છે? રહે  બ્રહ્માંડમાં,
    અંશનો સો ભાગ!મને હવામાં ઉડવાદે,
                 સમયના રથને..

જીવન-નૈયાને ભળવાદે ભવ-સાગરમાં,
         તણાખલું બની, થોડું તરવા દે,
                  સમયના રથને..

જીવી ગયો છું એનાજ કાળ-ચક્રમાં,
     નિકટ છે મોત, એની  મજા માણવા દે,
                    સમયના રથને..

‘દીપ” સમય નથી એને બુઝવામાં!
           છેલ્લે ચાર કાંધીયાને મળાવા દે,
                     સમયના રથને..

– વિશ્વદીપ બારડ
        

This entry was posted in વિશ્વદીપ બારડ. Bookmark the permalink.

2 Responses to સમયના રથને દોડવા દે!

  1. વિશ્વદીપભાઇ,
    આજે ફરી એક વખત તમારા “સમયના રથમાં ” સમયની મર્યાદામાં (!!)
    રહ્યા વગર મહાલવાની મઝા માણી..

Comments are closed.