આ ગાંધીનું ગુજરાત-કનુભાઇ વ સુથાર

gandhi_bw.gif   

આ કાવ્ય ત્રણ અલગ અલગ સમયે અલગ અલગ સંદર્ભ માં લખેલું છે. આજે લગભગ 13 વર્ષ બાદ પણ આ કાવ્ય આજના સમય સાથે સચોટપણે એટલુંજ બંધ બેસતું છે.

(1)

 ગાંધીનું ગુજરાત ભાઇ આ ગાંધીનું ગુજરાત,

દારુબંધી દાખલ કરી છે, લોકોના સુખ કાજ. .. આ ગાંધીનું ગુજરાત.

 

અમલ કેવો કડક ચાલે લોકોના સુખ માટે,

ગામેગામ ને ઘેરેઘેર દારુભઠ્ઠી ચાલે આજ. .. આ ગાંધીનું ગુજરાત.

 

ભઠ્ઠીવાળો લાગો ચૂકવે પોલીસને દર માસ,

ઉપરી અધિકારીને રીઝવે, ના બીજું કામકાજ. .. આ ગાંધીનું ગુજરાત.

 

અધિકારી નેતાને રીઝવે, દે લાગામાં ભાગ,

ચક્કર ચાલે આ નેતાઓનું, લોકોના સુખ કાજ. .. આ ગાંધીનું ગુજરાત.

 

દારુબંધીના નામે ચાલે ડીંડવાણું કેવું આજ,

કેવા ચાલે ખેલ ખેલાડીના, ગાંધીના નામે આજ. .. આ ગાંધીનું ગુજરાત.

 

કનુભાઇ વ સુથાર (10-04-1994)

(2)

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર કહેવાય,

ખૂની ખૂન કરે તોયે કોઇથી ના બોલાય. .. આ ગાંધીનું ગુજરાત.

 

બળાત્કારને લૂંટફાટના રોજ બનાવો થાય,

પુરાવાના અભાવે તેઓ, નિર્દોષ છૂટી જાય. .. આ ગાંધીનું ગુજરાત.

 લતીફો ચૂંટણી જીતે ને સેવાભાવી હારી જાય,

સાચો સેવક કામ કરે ને નેતા મલાઇ ખાય.  .. આ ગાંધીનું ગુજરાત.

 

દાણચોરોના સમારંભોમાં સૌ અમલદારો જાય,

ચૂંટાયા પછી ગરીબોના ઝૂંપડામાં કોણ જાય ? ..  આ ગાંધીનું ગુજરાત.

 

ગાંધીજી દુનિયાને માટે આદર્શરુપ ગણાય,

ગુજરાતના ગાંધીજીમાંથી જી નો લોપ જ થાય. … આ ગાંધીનું ગુજરાત.

કનુભાઇ વ સુથાર (14-04-1994)

 (3)

 

શિક્ષણ ક્ષેત્રને ના છોડ્યું, માઝા મુકે ભ્રષ્ટાચાર,

વેચાતી ડિગ્રી લેવી છે, સૌને થવું છે પૈસાદાર.  .. આ ગાંધીનું ગુજરાત.

 

ચિઠ્ઠી ચોરી ખૂબ વધી, પોલીસ પણ આપે સાથ,

પરીક્ષા તંત્ર ખાડે ગયું, દોષ દેવો કોને આજ.  ..  આ ગાંધીનું ગુજરાત.

ઓછુ ભણેલા બોસ બને અને ભણેલા રખડી જાય,

દંભીને સરપાવ મળેને સાચાને શિક્ષા થાય.    આ ગાંધીનું ગુજરાત.

 

શિક્ષણની સંસ્થાઓ ખોલી વધ્યો છે આજ વેપાર,

આજે આ વેપારીઓ ને કેવાય કેળવણીકાર. … આ ગાંધીનું ગુજરાત.

નવીન શિક્ષણ નીતિમાં બેકારો વધતા જાય,

ગાંધીની બુનિયાદિ તાલીમ આજે નિષ્ફળ થાય.  … આ ગાંધીનું ગુજરાત.

કનુભાઇ વ સુથાર (17-04-1994)

                                      

This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

3 Responses to આ ગાંધીનું ગુજરાત-કનુભાઇ વ સુથાર

 1. vijayshah says:

  વદોદરાથી શ્રી ઇ6દ્રવદન મિસ્ત્રીએ ટાઇપ કરીને આ કાવ્ય મોકલ્યુ તે બદલ તેમનો આભાર.

 2. મહાત્મા ગાંધીજીના કહેવાતા અનુયાયીઓ, અને આજના નેતાઓને સાદર ભેટ.

  શ્રી કનુભાઇ સુથારને અભિનંદન.

  ઇન્દ્રવદન મિસ્ત્રી

 3. Darshan Gajjar says:

  I didnt knew that you write such a good piece of literature. I am very much proud of you, am very much thankful to Indravadanmama to put it here. It´s very great feeling I am not able to express. Am very far otherwise I would have rush to you for such a good work.

Comments are closed.