અમને સૈનિકોને -ધીરજ રાય

amane-sainikone.jpg

અમને, યુધ્ધમાં મરેલા સૈનિકોને
ચાંદ કે ઇલ્કાબ આપશો નહિ.
રાષ્ટ્રભાષાનાં ગીતો ગાજો
પણ રાષ્ત્રધ્વજો ફરકાવશો નહિ.
પરેડ કરાવશો નહિ, બંદૂકો ફોડશો નહિ.
અને અમે જે લોહી રેડ્યાં છે
તેને તમે સૌ યોગ્ય બનજો
અને દેશને સદા વફાદાર રહેજો
જયહિંદ: જય જવાન

તાજેતરમાં બહાર પડેલ તેમનુ પુસ્તક “વન વગડાની વાટે વાટે” માંથી સાભાર્

This entry was posted in ધીરુભાઇ શાહ. Bookmark the permalink.

7 Responses to અમને સૈનિકોને -ધીરજ રાય

 1. vijayshah says:

  જીવનનાં નવમાં દાયકાની પૂર્વાર્ધમાં જીવનની વાટે વિચરતાં વિચરતાં પર્દેશની ભૂમિ પર રહી( હ્યુસ્ટન) રહી જીવન કાળમાં જે જોયું, જાણ્યું, સાંભળ્યુ, વાંચ્યુ અને વિચાર્યુ તે બધુ સામાન્ય જંસમ્જે તેવી સરળભાષામાં રજુ કરતા ધીરુભાઇ અમારા વડીલ કવિ માત્ર નથી પણ બહુ વિચારશીલ અને સાચા જન છે.તેઓ તેમના પુસ્તકો વેચતા તો હર્ગીઝ નથી પણ ખુબ જ આદર અને સન્માન સાથે વહેંચે છે અને ભલામણ પણ કરે છે કે વાંચીને તમે પન કોઇકને વાંચવા આપજો.
  પ્રણામ જન સમાજ્નાં સાચા માણસનાં સ્વરૂપ્ સમા ધીરુ કાકાને અને ચોથા પુસ્તક્નાં વિમોચનનાં શત શત અભિનંદન

 2. sunil shah says:

  ખુબ સરળ શબ્દોમાં –અસરકારક રીતે દેશ પ્રત્યે વફાદાર રહેવાની વાત કવી એ કરી છે. સરહદ પર માભોમને કાજે લડતાં ,શહીદીને વહોરતા સૈનીકોની અંતીમ ઈચ્છા તથા દેશબાંધવો પ્રત્યેની અપેક્ષા પ્રસ્તુત રચના દ્વારા સરસ રીતે અભીવ્યક્ત થાય છે. કવીશ્રીને અભીનંદન.

 3. દેશ દાઝનું સુંદર અને સરળ ગીત.
  ધીરુભાઇ,ખુબ ગમ્યું.

 4. Satish Parikh says:

  sahido ni sachi desh bhakti ane temni desh pratyeni vafadari ane sandesh na diyya darhsan thaya. cahlo apne pan mabhom ne kaje koi shubh sankalp to karie.

 5. ધીરૂભાઇ ની કવીતા વાંચી ને મહાકવી દિનકર ની બે લીટીઓ યાદ આવી ગઈ.
  “દર્દ જબ ગુમસુમ ભિતર પલેગા, એક દિન ઇસ્પાત બનકર ઢલેગા”

 6. NAVIN BANKER says:

  Dear Dhirubhai,

  You are writing veru veru good. It comes from within, so it is so effective. Wish you all the best.

  Navin Banker

 7. “વાતોનું વાવેતર હળવા હાસ્યનું પાનેતર અને પલસ” શ્રી ધીરૂભાઈનો વાર્તા સંગ્રહ , જન્યુઆરી-૦૭ માં પ્રકટ થયો એમના સ્વ.પત્ની રમાવતીબેનની ૧૦મી પુણ્યતિથિ વર્ષમાં.
  ધીરૂભાઈ એ ઘણી મોટી ઊંમરે લખવાનું શરૂ કર્યું અને સાહિત્યની સરળ શૈલી અપનાવી, ઘણાં સુંદર કાવ્યો લખ્યાં.નાની ઉંમરથી માંડી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ સમજી શકે તેવી શૈલી.

  શ્રી ધીરૂભાઈએ તમનો નવો વાર્તા સંગ્રહ’વાતોનું વાવેતર હળવા હાસ્ય નું પાનેતર અને પ્લસ’ એમાં હળવું હાસ્ય , સમાજની વાત્વિકતા, અને બૌધિક વાર્તા, ટૂંકી અને સરળ શૈલીમાં સચોટ રીતે રજૂ કરી છે.શ્રી ધીરૂભાઈએ વિવિધ ક્ષેત્રે, જુદા જુદા વિષયોને આવરી લીધા છે. સાહિત્યપ્રેમી કે પછી વાંચન પ્રેમી, બાળકોથી માંડી પૌઢ વ્યક્તિને આ વાર્તા
  સંગ્રહ જરૂર ગમશે તેની મને ખાત્રી છે. શ્રી ધીરૂભાઈને મારા હાર્દિક અભિનંદન.
  -વિશ્વદીપ બારડ

Comments are closed.