નિરક્ષરતા નિવારણ- કનુભાઇ વ. સુથાર

અક્ષરને ઓળખ્યા વિના રે,

                નિરક્ષરતા નહિ રે મટે રે જી (2)

આ.. નિરક્ષરતા ટાળ્યા વિના રે,

                પુસ્તક કેમે વાંચી શકાયે રે (2) …    અક્ષરને..

આ.. અભણ ને જ્ઞાની રંગે રુપે એક છે રે જી (2)

                એ તો વાચન થકી વર્તાય રે (2) …  અક્ષરને ….

આ.. અજ્ઞાની ને જ્ઞાની રંગે રુપે એક છે રે જી (2)

                એ તો વાણી થકી વર્તાય રે (2)   

અક્ષરને…આ.. નિરક્ષરને અક્ષરો રંગે રુપે એક છે રે જી (2)  

              એ તો ભણ્યા પછી ઓળખાય રે (2) … અક્ષરને…

આ.. કોઇ કહે પાકે ઘડે કાંઠા કેમ રે ચઢે રે જી (2)

                કનુ કહે અનુભવે જણાય રે (2) …   અક્ષરને…

 

This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

One Response to નિરક્ષરતા નિવારણ- કનુભાઇ વ. સુથાર

  1. નિરક્ષરતા નિવારણના અભિયાનના ભાગ રુપે, લોકભોગ્ય શૈલીમાં ભજનના રાગમાં ગાઇ અને નિરક્ષર લોકોનામાં જાગરુક્તા લાવવાના પ્રયાસમાં ખરેખર ઉપયોગી કાવ્ય છે.

    કનુભાઇ ને ખૂબખૂબ અભિનંદન.

    ઇન્દ્રવદન મિસ્ત્રી

Comments are closed.