શબ્દ એક અર્થ અનેક- દેવિકાબેન ધ્રુવ

       શબ્દ

        કક્ષ

  અર્થસમૂહ

 1. પાસુ,પડખુ
 2. વનનો અંતર્ભાગ
 3. બગલ,કાખ
 4. સૂકું ઘાસ
 5. સ્ત્રીનો કંદોરો
 6. ગ્રહનો ભ્રમણ માર્ગ
 7. રાજાનું અંત:પુર
 8. કછોટો
 9. પાપ
 10. આસપાસ આવેલી ભીંત
 11. તારો,નક્ષત્ર.

શબ્દ

કટ

અર્થસમૂહ

 • એક તૃણ
 • શ્રોણી,નિતંબ
 • અતિશયતા
 • કટાક્ષ
 • હાથીનું ગંડસ્થળ-લમણો
 • શબ કે તેની ઠાઠડી.
 • શબ્દ

  કણ

  અર્થસમૂહ

  1. દાણો
  2. અગ્નિનો તણખો
  3. લેશ,સૂક્ષ્મ ભાગ
  4. ધાન્યનું કણસલું
  5. ધૂળની રજકણ
  6. અલ્પસંખ્યા
  7. જળબિંદુ

  શબ્દ          

   
  કરણ

   અર્થસમૂહ

  1.કાર્ય,કૃત્ય,કર્મ

  2.ઇન્દ્રિય
  3.દિવસનો ભાગ
  4.કરનારું
  5.કોઇ પણ ક્રિયાનું સાધન
  6.શરીર
  7.લહિયો
  8.દસ્તાવેજ,લેખ
  શબ્દ

  કલાપ

  અર્થસમૂહ
  1. મોરના પીંછાનો સમૂહ
  2. જટા
  3. સમૂહ
  4. બાણનો ભાથો
  5. ભૂષણ
  6. કટિમેખલા,કંદોરો.

  શબ્દકલ્કઅર્થસમૂહ
  1.તેલ વગેરેનો કચરો
  2.દંભ,છેતરપીંડી
  3.પાપ
  4.દુષ્ટ
  5.મેલ
  6.લુગદી
  7.ઘૂંટીને કરેલું બારીક ચૂર્ણ

  This entry was posted in દેવિકાબેન ધ્રુવ. Bookmark the permalink.