સાથિયા જેવો -“ફક્ત” તરુણ

ના ચાડીયા જેવો ના પાળિયા જેવો:
ક્ષિતિજ પાર ના ગામડીયા જેવો.

પ્રેમનો રંગ ભગવો કે સિંદુરી!
રાધા ને મીરાંના શામળીયા જેવો.

એને કહેવાય લાજવાબ પત્ર-
સાવ કોર કોર કગળિયા જેવો.

સૂરજ મેળવે સમય પાસેથી
રોકડો એક દિવસ દાડિયા જેવો.

ૐ શ્રીસવા, શ્રીલાભ, શ્રીશુભ જેવી તું-
ને તારા ઘરનો રસ્તો સાથિયા જેવો.

કવિનાં કાવ્ય સંગ્રહ ‘મારા હ્રદય નો અનુવાદ’ માંથી
સંકલન: કીરીટ ગો. ભક્ત

This entry was posted in અન્ય બ્લોગમાંથી ગમેàª, કીરીટ ગો. ભક્તા, ગમતાનો ગુલાલ. Bookmark the permalink.