મિત્રવૃંદમાં..

mitravrund.jpg 

 

 

 

 

 

 

 

 

 

 

રક્ષાબંધન ના દિવસે ટપાલમાં તેના નામની રક્ષા જોઇને કુણાલ ચમક્યો. તેને તો પુરી છ બહેનો હતી. કૃતિ તેનાથી બે વરસે નાની પણ એક જ કોલેજમાં બધા સાથે ધમાલ મસ્તી કરતા. કૃતિની બહેનપણી રન્ના તેને ગમતી હતી મનમાં તે ઇચ્છતો હતો કે કોલેજમાંથી બહાર નીકળે અને રન્નાને પોતાની જીવન સંગીની બનાવે. ન્નાએ રક્ષા મોકલી તેથી પહેલાતો તે હચમચી ગયો. મનમાં પોતાની લાગણીઓ વ્યક્ત ન કરી તેનો અફસોસ પણ થયો.

તેણે સ્વસ્થતા કેળવી અને સ્નાન કરી ભગવાન ને દિવો કર્યો તે દિવાનાં ઘીમાં રક્ષા મુકી અને તેને ધીમે ધીમે નાની જ્યોતમાંથી મોટી જ્યોત થતા જોઇ રહ્યો.

આ બાજુ કૃતિ પણ ભગવાન નાં મંદિરમાં પ્રાર્થના કરતી હતી. કેયુરનો ફોન હતો તે કૃતિ પાસે રક્ષા બંધાવવા આવતો હતો. ને ભાઇ બહેન જે ઇચ્છતા હતા તેથી વિરુધ્ધ થઇ રહ્યું હતુ. તે સમજી નહોતાં શકતા કે આ ચાલી શું રહ્યું છે?

કેયુર આવ્યો ત્યારે કૃતિએ તો સ્પષ્ટ ભાષામાં કહ્યું “કેયુર મેં તને ક્યારેય ભાઇની દ્રષ્ટી થી જોયો જ નહોંતો.. ”
કેયુરે ખમચાઇને પ્રશ્ન કર્યો “તો કેવી નજરે જોતી હતી?”
કૃતિ કહે “તારા જેવા સંપૂર્ણને પામીને હુંતો સંસાર માંડવાનાં મતમાં હતી”
ફરી પાછુ ફેરવી તોળતા તેણે પુછ્યું “પણ આ રાખડી બંધાવાનો વિચિત્ર ખ્યાલ આવ્યો ક્યાંથી તે જરા કહીશ?”
મને પેલી ત્રેતા ખાળતી હતી તે કહેતી “ભાઇબંધની બહેન ને આ સ્વરુપે ન જોવાય. એટલે ચોક્કસાઇ કરવાનો આ કુવિચાર આવ્યો..

કુણાલ નું મન કેયુરની વાત થી સ્વસ્થ થઇ ગયુ એણે રન્નાને ફોન પર કહ્યું ” તને બાદલે ભડકાવી છે કે શું?”
રન્ના કહે હા તેઓ કહેતા “મિત્રવૃંદમાં આવુ બધુ સારુ નહીં”
કુણાલ કહે ” હવે તાળો મળે છે..”
ણ તને હું સ્પષ્ટ કહીં દઉં “મને તુ ગમે છે તે પ્રીતની રીત છે
ભાઇ બહેન વાળી વાત નથી. બોલ તુ શું કહે છે?”
રન્ના એકદમ રાજી થઇ ને બોલી ” મને પણ તુ એજ રીતે ગમે છે”

સાંજે બાદલ અને ત્રેતાને કૃતિ અને કુણાલે વ્યંગમાં કહ્યું –
“મિત્રવૃંદમાં તમારી વાત સાચી છે પણ અમે આજે છૂટ લઇને અમને ગમતા પાત્રો સાથે વિવાહ જાહેર કરવાનાં છીયે.બાકીનાં બધા હવે અમારે માટે ભાઇ બહેન….”

કદાચ ત્રેતા અને બાદલને માટે રક્ષાબંધનનો દિવસ પરોક્ષ રીતે હ્રદયભંગનો દિવસ બની ગયો હતો.

This entry was posted in ફરી પાછુ એ જ પ્રશ્નાર્થ ચિન્હ, વાર્તા, વિજય શાહ. Bookmark the permalink.

0 Responses to મિત્રવૃંદમાં..

 1. kashyap says:

  એક્વીસમી સદીમાં જીવતા કૃતિ અને કુણાલ ઉપર વીસમી સદીનાં આડ રસ્તા વાપરતા ત્રેતા અને બાદલે ‘આ બેલ મુઝે માર જેવુ કર્યુ’ ખરુને?

 2. srujal vaidya says:

  આજની સદીમાં બોલે તેના બોર વેચાય

  સરસ વાર્તા છે

 3. J Kapadia says:

  ટુંકી અને સચોટ વાર્તા

  આવુ પણ થતુ હોય છે જ્યારે પ્રેમને સમજવામાં અને વ્યક્ત કરવામાં સમય ન સચવાય તો.. મનની મનમાં પણ રહી જાય્..