ગુર્જરભાષા સમૃધ્ધિ -સંબંધ-કિરીટકુમાર ગો ભક્ત

મારો નાનો ભત્રીજો પોલ હંમેશા સબંધોમાં ગુંચવાય. મોટુ કુટુંબ એટલે અમેરિકન પધ્ધતિ પ્રમાણે પહેલી પેઢી અને બીજી પેઢીનાં જુદા જુદા સબંધોમાં તે કાયમ ગુંચવાય કારણ અહીં એક જ સબંધના વિગતે અર્થો ના સમજાય તેથી તેને કુટુંબ પ્રથા ગુજરાતી અને અંગ્રેજીમાં સમજાવી તો પોલ ( 8 વર્ષનો )બોલી ઉઠ્યો..આ તો સાફ અને સરળ છે.

પોલ તેની બહેન ગૌરી ( સગા ભાઇ બહેન)

પોલનાં અને ગૌરીનાં પપ્પા અને મમ્મી અનંત અને રેખા

પોલનાં દાદા તે અનંતનાં પપ્પા ઠાકોરભાઇ ( કુટુંબી)

પોલનાં નાના તે રેખાનાં પપ્પા સુધીરભાઇ ( મોસાળીયા)

પોલનાં દાદી એટલે અનંતનાં મમ્મી જાનકી બેન ( કુટુંબી)

પોલનાં નાની એટલે રેખાનાં મમ્મી માયાબેન ( મોસાળીયા)

પોલની પહેલી ગુંચવણ અહી થતી હતી તેને મન grand maa and grand paa છુટાપાડવા તે કહેતો હ્યુસ્ટનનાં અને ઓસ્ટીનનાં grand maa and grand paa એટલે ઠાકોરભાઇ અને જાનકી બેન હ્યુસ્ટન વાળા અને સુધીરભાઇ અને માયાબેન ઓસ્ટીન વાળા grand maa and grand paa. ( નાની વયનાં પોલને આ પહેલી રાહત હતી) 

બીજી તકલીફ હતી અંકલ અને કઝીન્ ની ઓળખ અહિ દરેક મોટો માણસ અંકલ અને દરેક અંકલ નો છોકરો કઝીન થતો હતો તે ખુબ જ ગુંચવડીયુ હતુ.

પોલે તેથી મને પુછ્યું -કિરીટ અંકલ મને ઘણી વખત સબંધો ન સમજાય એટલે લો લાવો અને પડતુ મુકો કરું તે જાનકીબાને ના ગમે અને જાનકીબા નું ગુજરાતી મને ના સમજાય તો શું કરવં?

મેં તેને કહ્યું તને બધા અંકલ અને આંટીનાં નામ યાદ છે? તેણે કહ્યું હા એટલે મેં તેને તેની યાદી બનાવવાની કહી

દુ:ખ સાથે કહેવુ પડે કે તે યાદી નહોંતી અંકલ ના ગામોની યાદી હતી.

તેથી મેં કહ્યું યાદી આ રીતે બનાવ

પપ્પાનાં ભાઇ અને ભાભી અને તેમના દિકરા અને દિકરીઓ, પપ્પાનાં બહેન અને બનેવી અને તેમના દિકરા અને દિકરીઓ

મમ્મીનાં ભાઇ અને ભાભી અને તેમના દિકરા અને દિકરીઓ, મમ્મીનાં બહેન અને બનેવી અને તેમના દિકરા અને દિકરીઓ

કસરત બહુ નિરસ ન બને તેથી મેં કહ્યું પોલ તુ સંપૂર્ણ સાચો હશે તો આઇસક્રીમની પાર્ટી પાક્કી

કલાકને અંતે બંને ભાઇ બહેન બા અને દાદાની મદદ લઇ આવ્યાં

મેં કહ્યું

પપ્પાનાં ભાઇને કાકા કહેવાય તેઓ કુટુંબી કહેવાય

પપ્પાની ભાભીને કાકી કહેવાય તેઓ કુટુંબી કહેવાય

કાકા અને કાકી નાં દિકરા દિકરી પિતરાઇ ભાઇ અને પિતરાઇ બહેન કહેવાય

મમ્મીનાં ભાઇની મામા કહેવાય તે મોસાળીયા કહેવાય

મમ્મીની ભાભીને મામી કહેવાય તે મોસાળીયા કહેવાય

તેમના દિકરા અને દિકરીઓ મસિયાઇ ભાઇ અને બહેન કહેવાય

પપ્પાની બહેન ને ફોઇ કહેવાય અને તે કુટુંબી કહેવાય

પપ્પાનાં બનેવીને ફુઆ કહેવાય અને તે કુટુંબી કહેવાય

તેમના દિકરા અને દિકરીઓને પિતરાઇ ભાઇ અને બહેન કહેવાય્

મમ્મીની બહેનને માસી કહેવાય અને તે મોસાળીયા કહેવાય

મમ્મીનાં બનેવીને માસા કહેવાય અને તે મોસાળીયા કહેવાય

તેમના દિકરા અને દિકરીઓને મસિયાઇ ભાઇ અને બહેન કહેવાય

પોલ અને  ગૌરીને નવા નામભિધાન હેઠળ તેમનુ નવુ ઓળખ પત્ર ખુબ જ ગમ્યું કારણ કે

ગ્રાંડ પા ને બદલે દાદા અને નાના મળ્યા, ગ્રાંડ માને બદલે દાદી અને નાની મળ્યા.

અંકલને બદલે કાકા, મામા, ફુઆ,માસા એમ ચાર જુદા સચોટ નામો મળ્યા અને આંટીને બદલે કાકી, ફોઇ, માસી, મામી મળ્યા.

કઝીન ને બદલે પિતરાઇ ભાઇ પિતરાઇ બહેન મસિયાઇ ભાઇ અને મસિયાઇ બહેન મળી.

હજી નામાભિધાન આગળ ચાલે તેમ હતુ.  વહાલા અને મોટા તખલ્લુસ લગાડી  આગળ વધાય પણ પોલ હવે આઇસ્ક્રીમ ખાવા જવા ઉતાવળો થતો હતો અને મને મારી માતૃભાષાનાં વિજ્ઞાન ઉપર ગર્વ થતુ હતુ અહીં કોઇજ ટુંકે રસ્તો નહોંતો અને દરેક સંબંધ જાતે ઓળખ હતો.

આઇસક્રીમ ખાતા ખાતા મેં પોલને કહ્યું હવે સંબંધોની ખરી મઝા સમજવી છે?

તુ અને ગૌરી તેબધાનાં શું થાવ?

દાદા દાદી અને નાના નાની નાં પૌત્ર અને પૌત્રી

કાકા કાકી ફોઇ અને ફુઆનં ભત્રીજો અને ભત્રીજી

મામા મામી માસી અને માસાનાં ભાણો અને ભાણેજ

પિતરાઇ ભાઇ અને બહેનોનાં પિતરાઇ બહેનો નાં તેઓ પણ પિતરાઇ ભાઇ કે બહેન થાય છે અને મસિયાઇ ભાઇ અને બહેનો નાં તેઓ પણ મસિયાઇ ભાઇ અને બહેન થાય છે.

ગુજરાતી ભાષાનાં શબ્દ ભંડોળને હું જ્યારે સમજાવતો હતો ત્યારે પોલ અને ગૌરીની સાથે અનંત અને રેખા પણ અંજાતા હતા તેનો મને આનંદ હતો.

This entry was posted in કીરીટ ગો. ભક્તા. Bookmark the permalink.

One Response to ગુર્જરભાષા સમૃધ્ધિ -સંબંધ-કિરીટકુમાર ગો ભક્ત

  1. Having read the ગુર્જરભાષા સમૃધ્ધિ I really very and appreciate that you people love Gujarat. Dear Sir, I want to post your scripts in http://www.keshubhaidesai.com Keshubahi desai is prolific Guajarati writer and creator. I need your help. Pl. send your full information that I can communicate with you.

Comments are closed.